વાંકાનેર: જોધપર ગામમાં 63 વર્ષના વૃધ્ધનો કોરોના રિપોર્ટ આવ્યો પોઝિટિવ
વાંકાનેર: 27 નેશનલ હાઈવે પર આવેલ જોધપર ગામમાં 63 વર્ષના વૃદ્ધનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવેલ છે. એ સાથે વાંકાનેરમાં કોરોના પોઝિટિવના કુલ ૧૪ દર્દી થઈ ગયા છે.
આ બાબતે મળેલી માહિતી મુજબ જોધપર ગામના 63 વર્ષના આ વૃદ્ધને શરદી તાવના લક્ષણો હોવાથી તેનું સેમ્પલ લેવામાં આવ્યું હતું તેનો રિપોર્ટ પોઝિટિવ આવેલ છે. તેવો હાલ રાજકોટની સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે તેમની કોઈ ટ્રાવેલ્સ તે હિસ્ટ્રી સુધી સામે આવેલ નથી.
આજે મોરબી શહેરમાં બે કોરોના પોઝિટિવ આવ્યા બાદ સાંજના એક વાંકાનેર તાલુકામાંથી પણ પોઝિટિવ આવતા મોરબી જિલ્લામાં આજના કોરોના પોઝિટિવ ના ત્રણ કેસ અને વાંકાનેર તાલુકામાં કોરોના પોઝિટિવ ના કુલ કેસનો આંકડો ૧૪ પર તેમજ મોરબી જિલ્લાના કોરોના પોઝિટિવનો કુલ આંકડો 66 પર પહોંચી ગયો છે.
વાંકાનેરના જોધપર ગામમાં પોઝિટિવ કેસ આવતા આરોગ્ય તંત્ર, પોલીસ તંત્ર અને વહીવટીતંત્ર ત્યાં દોડી ગયું હતું અને કન્ટેન્મેન્ટ ઝોન, બફરઝોનની કામગીરી હાથ ધરી હતી.
ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..
https://chat.whatsapp.com/JyR2V8hjS4LAPJZA65ZTwk
આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…