કેશોદ: રુ.15 લાખની સોનાની લક્કી પરત કરી પ્રમાણિકતા દર્શાવતા બાલાભાઈ કારિયા

રિપોર્ટ :- મયુરી મકવાણા જૂનાગઢ કેશોદ: રુ. 12 થી 15 લાખ ની કિંમતની 30 થી 40 તોલાની સોનાની લક્કી પરત કરી બાલાભાઈ કારિયા પ્રમાણિકતા દર્શાવિને લક્કી મળતા મૂળ માલિક પરત કરી છે.

જૂનાગઢ કેશોદમાં એ.જે.જવેલર્સના મલિક શ્રી અશોકભાઈ જમનાદાસ સમતા સવારે શ્રી નિલકંઠ મહાદેવના દર્શન કરવા જતાં પોતાની સોનાની લક્કી જે 30 થી 40 તોલાની સોનાની લક્કી જેમની અંદાજીત કિંમત રું.12 થી 15 લાખ રૂપિયા હતી જે અશોકભાઈના હાથ પરથી પડી ગઈ હતી.

જે શ્રી જલારામ મંદિર ની બાજુમાં રહેતા શ્રી બાલકૃષ્ણદાસ ત્રિભુવનદાસ કારિયા નામના વ્યક્તિને જલારામ મંદિર ની બાજુમાં પોતાની ક્રિષ્ના પ્રોવિજન નામની દુકાન ધરાવે છે જેમને પોતાની દુકાનના આગળના ભાગમાં થી સોનાની લક્કી મળેલ ત્યારબાદ તે લક્કી એ.જે.જવેર્લ્સ વાળા શ્રી અશોકભાઈ જમનાદાસ સમતા ની હોય તેવી જાણ થતાં બાલકૃષ્ણ ભાઈ કારિયા એ સોનાની લક્કી અશોકભાઈ ને પરત કરી પોતાની પ્રમાણિકતા દર્શાવી હતી.

તથા લક્કી પરત કરતા અશોકભાઈ બલકૃષ્ણદાસની દીકરી માટે તરતજ સોનાની બુટી લઈને ગિફ્ટ આપવા માટે ગયેલા પરંતુ બલકૃષ્ણભાઈ એ કોઈ પણ પ્રકારની ગિફ્ટ લેવાનો ઈન્કાર કર્યો તથા મારા આ સત કર્મ નું ફળ મને ઈશ્વર જ આપશે તેમ કહી કોઈ પણ ભેટ કે પૈસા લેવાનો સાફ ઈન્કાર કરી દીધો હતી.

ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…

https://chat.whatsapp.com/ECVpypuZSbJBZMyYjhoQVi

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…

આ સમાચારને શેર કરો