મોરબી: ખેડૂત હિતમાં કોંગ્રેસ દ્વારા આગામી ગુરુવારે ખેડૂત મહાસંમેલન-રેલી
મોરબી જિલ્લામાં આ વર્ષે ચોમાસા દરમિયાન ભારે વરસાદના કારણે અને છેલ્લે કમોસમી વરસાદ પણ જુદા જુદા વિસ્તારોમાં પડી ગયો છે. જેથી કરીને ખેતરોમાં વાવણી કરેલા કપાસ, મગફળી સહિતના પાક નિષ્ફળ ગયા છે. જેથી ખેડૂતોની હાલત દયનીય બની ગઈ છે. ત્યારે ખેડૂતોની વહારે કોંગ્રેસ આવી છે. આગામી ૧૪મી તારીખે મોરબીમાં કોંગ્રેસ દ્વારા ખેડૂત મહાસંમેલન તેમજ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મુખ્ય બે માંગણી કરવામાં આવશે (1) મોરબી જીલ્લાના ખેડૂતોને તાત્કાલિક પાક વીમો ચૂકવો (2) આ જિલ્લાને લીલા દુષ્કાળ ગ્રસ્ત જાહેર કરવામાં આવે
આ વર્ષે સરેરાસ ૧૫૦ટકા કરતા પણ વધારે વરસાદ થયો છે, ત્યારે ખેડૂતોના પાકને અતિવૃષ્ટિ તથા કમોસમી વરસાદના કારણે મોટું નુકશાન થયેલ છે. જેથી કરીને ખેડૂતોએ ભરેલા વીમા પ્રીમીયમના પ્રમાણમાં તેમને પુરતો પાક વીમો મળવો જ જોઈએ જો કે સર્વેની કામગીરીમાં લોલમલોલ ચાલી રહી છે ત્યારે મોરબી જીલ્લાના ખેડૂતોની વહારે કોંગ્રેસ આવી છે.
આ જીલ્લાને લીલો દુકાળગ્રસ્ત જીલ્લો જાહેર કરવાની માંગ તેમજ સરકાર દ્વારા ખેડૂતોને ૧૦૦ ટકા વીમો તાત્કાલિક ધોરણે ચૂકવાય તેવી માંગ સાથે મોરબીમાં ખેડૂત મહાસંમેલનનું નવા બસ સ્ટેન્ડ પાસે આયોજન કરવામાં આવ્યું છે. ત્યાર બાદ રેલીનું કાઢીને કલેક્ટરને આવેદનપત્ર આપવાનું આગામી ૧૪ મી તારીખે સવારે ૧૦ કલાકે આયોજન કરવામાં આવ્યું છે.