વાંકાનેર: ઢુવા પાસેથી ઇકો કારમાં દેશી દારૂનો જથ્થો પકડાયો
વાંકાનેર : વાંકાનેર તાલુકા પોલીસે ઢુવા ગામમાંથી 340 લીટર દેશી દારૂ તથા ઇકો કાર મળી કુલ રૂ. 1,60,300ના જથ્થા સાથે એક શખ્સને પકડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
![](https://kaptaan.co.in/wp-content/uploads/2024/07/krushi-uday.jpg)
![](https://kaptaan.co.in/wp-content/uploads/2019/11/IMG-20191023-WA0012-1024x662-1024x662.jpg)
વાંકાનેર તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી, તે દરમિયાન ASI સુરેશભાઈ રામભાઈ ચાવડાને મળેલ બાતમી મુજબ વોચ રાખતા દેશી દારૂ ભરેલી ઇકો કાર નં. GJ 13 AB 6032 ઢુવા ગામના વરમોરા સીરામીક કારખાના પાછળના રસ્તેથી પસાર થતી હતી ત્યારે પોલીસ દ્વારા રોકવાનો પ્રયાસ કરવામાં આવતા કારચાલકે કારને રોકી નહિ. તેથી, પોલીસે ખાનગી વાહન દ્વારા પીછો કરતા કારચાલકે ઇકો કાર પડતી મૂકી નાસી છૂટવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ પોલીસ સ્ટાફે કારચાલક પાછળ દોડીને પકડી પાડ્યો હતો.
![](https://kaptaan.co.in/wp-content/uploads/2019/11/IMG-20191102-WA0027-1024x1024.jpg)
આરોપી મહેશ ઉર્ફે બાબુ મનસુખભાઇ બાંટીયા (ઉ. વ. 22, રહે. સામતપર, તા. સાયલા, જી. સુરેન્દ્રનગર)ને ઇકો કારમાં ગેરકાયદેસર રીતે પાસ પરમીટ કે આધાર વગર દેશી દારૂ 340 લીટર કી. રૂ. 6,800નો, ઇકો ગાડી કી. રૂ. 1,50,000, વિવો મોબાઈલ ફોન કી. રૂ. 3000 તથા એક સેમસંગ ફોન કી. રૂ. 500 સહીત કુલ કી. રૂ. 1,60,300ના મુદામાલ સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
![](https://kaptaan.co.in/wp-content/uploads/2019/11/20190918_091128.gif)
ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…
https://chat.whatsapp.com/ECVpypuZSbJBZMyYjhoQVi
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…
![](https://kaptaan.co.in/wp-content/uploads/2024/05/kaptaan-new-ad.jpg)