Placeholder canvas

કેશોદ: સંત શિરોમણી કેશવ કલીમલ હરિબાપુની 37મી પુણ્ય તિથિ નિમિતે ભક્તોનું ઘોડાપુર દર્શનાર્થે ઉમટીયું.

કેશોદ તાલુકાના તેમજ શેરગઢના ટ્રસ્ટ સંચાલિત ચાલતા આ આશ્રમમાં આજના દિવસે ભવ્ય મેળો યોજાય છે. જેમાં સવારથી જ લાખો લોકો પૂ. બાપુ ના દર્શનાર્થે ઉમટી પડે છે. આજના દિવસે આવનાર તમામ ભક્તો માટે શંભુભાઈ બામરોલીયાના ખેતરમા પ્રસાદી નું આયોજન કરવામાં આવે છે.

આજના દિવસે દસેક હજાર ભક્તો એ પ્રસાદી લીધેલ અને અહીં ના નજીક ના ગામ અજાબ. શેરગઢ .બોડી.ગઢાળી.કેશોદ .કરેણી. જેવા તમામ ગામ ના લોકો અહીં આવી સંત શિરોમણી પૂ.કલીમલ બાપુ ના આશ્રમ ખાતે બાપુ ની ગિરનારી ખીચડી નું મહત્વ રહેલું છે
પૂ.બાપુ ના આશ્રમ ખાતે આખા વર્ષ દરમ્યાન પૂનમ ના દિવસે આશ્રમ ખાતે જૂનાગઢ ના આચાર્યો તેમજ ભૂદેવો દ્વારા યજ્ઞો કરવામાં આવે છે
આજના દિવસે આવનાર તમામ ભક્તો માટે પ્રસાદી ની વ્યવસ્થા બસો જેટલા સ્વયં સેવકો દ્વારા બે દિવસ ની અથાગ મહેનત થી કરવા માં આવે છે.

ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…

https://chat.whatsapp.com/ECVpypuZSbJBZMyYjhoQVi

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…

આ સમાચારને શેર કરો