skip to content

મોરબી: 2005ના લાંચ કેસમાં પીઆઇને આરોપી બનાવવા હાઇકોર્ટનો આદેશ

મોરબી શહેરમાં 2005ની સાલમાં ટ્રાવેલ્સના ધંધાર્થી અમિત વિષ્ણુભાઈ દવેએ એસીબીમાં ફરિયાદ કરી હતી જેમાં તેમની પાસેથી પોલીસ અધિકારી દ્વારા ટ્રાવેલ્સ ચલાવવા માટે હપ્તા લેવામાં આવતા હોય આ બાબતે એસીબીએ જે તે સમયે ટ્રેપ કરી હતી અને પી આઈ વતી હેડ કોન્સ્ટેબલ પ્રતાપસિંહ વેરુભા રાણાને લાંચ લેતા ઝડપી લીધા હતા. એસીબીએ જેતે સમયે માત્ર હેડ કોન્સ્ટેબલ વિરુદ્ધ જ ફરિયાદ નોંધી હતી અને તેના વિરુધ્દ્ધ ચાર્જસીટ ફાઈલ કરી હતી જયારે તત્કાલીન પી આઈ એમ એફ જાદવને આરોપી બનાવાયા ન હતા.

જેથી ફરિયાદી દ્વારા કોર્ટ પ્રોસીડીંગ વખતે પી આઈ જાદવને આરોપી તરીકે જોડવા અંગે અરજી અને પુરાવા આપવામાં આવ્યા હતા અને તે આરજી જે તે સમયના એડીશ્નલ સેસન્સ જજ દ્વારા રદ કરવામાં આવી હતી અને તેની સામે ફરિયાદી હાઈકોર્ટ માં ગયા હતા. ગુજરાત હાઈકોર્ટ દ્વારા અરજીનો નિર્ણય એપેક્ષ કોર્ટના ચુકાદાને ધ્યાને લઇ નિર્ણય કરવો તેવો હુકમ કર્યો હતો.

આ હુકમના અનુસંધાનમાં સેકન્ડ એડિશનલ સેસન્સ જજ વિરાટએ બુદ્ધ દ્વારા એસીબી પોલીસ સ્ટેશનમાં સક્ષમ અધિકારીને પી આઈ જાદવ વિરુધ્દ ગુનો બને છે કે કેમ તે અંગે સવાલ કર્યો હતો અને તેનો રીપોર્ટ કોર્ટમાં સબમિટ કરવા જણાવ્યું હતું.

જે બાદ એસીબી દ્વારા પી આઈ એમ એફ જાદવ પર ગુનો ન બનતો હોવાની સમરી ભરી હતી જેમાં જણાવ્યું હતું કે તેઓ વિરુદ્ધ કોર્ટમાં ચાર્જશીટમાં પૂરતા પુરાવા મળેલ ન હોય વર્ગ એ સમરી મંજૂર કરવા વિનંતી કરી હતી. સરકારી વકીલ સંજયભાઈ દવેએ રજૂઆત કરી હતી કે ટ્રેપ દરમિયાન પંચનામામાં આરોપી પ્રતાપસિંહ વેરુભાના ફોન પરથી જાદવને ફોન પર ફરીયાદી સાથે વાતચીત થઈ હતી અને ત્યાર બાદ ફરીયાદીએ લાંચના નાણા આરોપી પ્રતાપસિહ વેરુભાને આપવામાં આવેલા જે ધ્યાન રાખી હાલની સમરી નામંજૂર કરવી જોઈએ.

આથી સેકન્ડ એડીશનલ સેસન્સ જજ વિરાટ એ બુદ્ધ દ્વારા અ સમરી નામંજૂર કરી આરોપી પી આઈ એમ એફ જાદવ વિરુદ્ધ ભ્રષ્ટ્રાચાર નિવારણ અધિનિયમ અંતર્ગત ગુના અન્વયે સમન્સ હુકમ કરવા તેમજ હાલની સમરીને સ્પે એસીબી કેસ તરીકે રજિસ્ટરે લેવાનો હુકમ કર્યો હતો તેમજ આ બન્ને કેસ સાથે ચલાવવા હુકમ કરાયો છે.

આ સમાચારને શેર કરો