Placeholder canvas

11માં ખેલ મહાકુંભમાં રાજ્યકક્ષાએ કબડ્ડી સ્પર્ધામાં ચેમ્પિયન થતી મોરબી જિલ્લાની ટિમ

મોરબી જિલ્લાની કબડીની U-17 ટીમમાં એલ.કે.સંઘવી વિદ્યાલયની બે વિદ્યાર્થીની હર્ષા મંડાણી અને સારલા વિશાખા રમી…

મોરબી: યુવા, સાંસ્કૃતિક અને ખેલ વિભાગ , ગુજરાત રાજ્ય દ્વારા આયોજિત 11 માં ખેલ મહાકુંભની કબડીની U-17 સ્પર્ધામાં એલ.કે.સંઘવી વિદ્યાલયની બે વિદ્યાર્થીની હર્ષા મંડાણી અને સારલા વિશાખાની રાજ્ય કક્ષાએ કબડી રમવા માટે મોરબી જિલ્લાની કબડ્ડી ટીમ માટે પસંદગી થઇ હતી.

રાજ્ય કક્ષાએ મોરબી જિલ્લામાં ડી.એલ.એસ.એસ ની.સ્કૂલ મોરબી ની 8 વિદ્યાર્થીની હળવદ તાલુકામાંથી 2 અને વાંકાનેરની એલ.કે સંઘવીમાંથી આ બંને વિદ્યાર્થીઓની પસંદગી થયેલી કોંચ શ્રી વિજય ભાઈ ચૌધરી, ડઈ બેન , પૂજાબેન સીમાબેન દ્વારા તેમને માર્ગદર્શન મળેલ અને જિલ્લા કોચ વિજયભાઈ અને વિદ્યાર્થી ની બહેનોની અથાક મહેનતથી મોરબી જીલ્લાની કબડ્ડી ટીમ સમગ્ર રાજ્યમાં પ્રથમ નંબરે આવીને ચેમ્પિયન થયેલ છે.

મોરબી જિલ્લાની ટિમ ચેમ્પિયન થવા બદલ જિલ્લા વહીવટીતંત્ર જિલ્લા રમત-ગમત કચેરી મોરબી અને શ્રીમતી એલ કે સંઘવી શાળા પરિવાર વાંકાનેર તરફથી તેમજ ટ્રસ્ટ પરિવાર તરફથી ખુબ ખુબ શુભેચ્છાઓ અને અભિનંદન ખેલ ક્ષેત્રે વિદ્યાર્થીનીઓ પોતાની કારકિર્દી ઘડે તેવા શાળાના
પ્રધાનાચાર્ય દર્શના બેન જાની તથા ટ્રસ્ટના પ્રમુખ લલીતભાઈ મહેતાએ શુભ આશિષ પાઠવેલ…

કપ્તાન ના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો…. https://chat.whatsapp.com/GQNsDXmyva256Dg0yojSpx

ઉપરની લીંક આપના મિત્રોને કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે મોકલી શકો છો…

આ સમાચારને શેર કરો