Placeholder canvas

સૌરાષ્ટ્રમાં ગુરૂવારથી ગાજવિજ સાથે છુટાછવાયા વરસાદની આગાહી

ગત મેના અંતમાં રાજકોટ સહિત સૌરાષ્ટ્રના સમુહ ભાગોમાં લોકલ ફોર્મેશનનાં કારણે ગાજ-વિજ સાથે વરસાદ પડયા બાદ ફરી ઠેર-ઠેર કાળઝાળ ગરમી પડવા લાગી હતી જો કે હવે ફરી 24 કલાક, બાદ રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં ગરમી ઘટશે અને બપોરના તાપમાનનો પારો 2 થી 3 ડિગ્રી ઘટશે અને મહત્તમ તાપમાન 40 ડિગ્રી નીચે સરકી જશે.

આ ઉપરાંત આવતા ગુરુવાર થી, ત્રણ દિવસ સુધી સૌરાષ્ટ્રનાં વિવિધ ભાગોમાં છુટો છવાયો ગાજવિજ સાથે વરસાદ પણ લોકલ ફોર્મેશનનાં કારણે પડશે. તેવી આગાહી હવામાન કચેરી દ્વારા કરવામાં આવી છે.દરમ્યાન ગઈકાલે બપોરે રાજકોટમાં બફારા વચ્ચે 41.3 ડિગ્રી જેટલું આકરૂ તાપમાન નોંધાયા બાદ આજે પણ સવારથી જ ભારે બફારા વચ્ચે બોપરે ગરમીનો પારો થોડો નીચે ઉતર્યા હતો.

કપ્તાન ના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો…. https://chat.whatsapp.com/GQNsDXmyva256Dg0yojSpx

ઉપરની લીંક આપના મિત્રોને કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે મોકલી શકો છો…

આ સમાચારને શેર કરો