હળવદ બાદ મોરબીના રાવપરમાં 47 વર્ષના પુરૂષનો કોરોના રિપોર્ટ આવ્યો પોઝિટિવ
મોરબી જિલ્લામાં 1 દિવસમાં 2 કોરોના પોઝિટિવ નોંધાયો :
મોરબી : મોરબીમાં પણ કોરોનાનો કેસ નોંધાયો છે. જેમાં રવાપરના એક 47 વર્ષના પુરૂષનો રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી ગઇ છે. આમ આજના દિવસે જિલ્લામાં કુલ બે કેસો નોંધાયા છે.
મોરબી જિલ્લામાં આજે હળવદમાં કોરોનાનો પોઝિટિવ કેસ નોંધાયા બાદ ફરી મોરબીમાં પણ કોરોનાનો કેસ સામે આવ્યો છે. રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવેલ રવાપરમાં શુભ પેલેસ એપાર્ટમેન્ટમાં રહેતા હેમાંગભાઈ રજનીભાઇ વજેરિયા ઉ.વ.47 નો રીપોર્ટ પોઝિટિવ આવેલ છે. તેઓ બેંક કર્મચારી હોવાનું બહાર આવ્યુ છે. દર્દી હાલ રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ છે.હાલ તેમની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી માલૂમ પડેલ નથી. આ દર્દી કોના કોના સંપર્કમાં આવ્યા હતા તે અંગે આરોગ્ય વિભાગે તપાસ આદરી છે.