Placeholder canvas

મોરબી જિલ્લોનું ધોરણ10નું 73.79% પરિણામ: સમગ્ર રાજ્યમાં બીજુ સ્થાન

વાંકાનેર કેન્દ્રનું 76.97 % પરિણામ..

આજે ધોરણ 10 નું ગુજરાત બોર્ડનું રીઝલ્ટ આવી ગયું છે સમગ્ર બોર્ડનું રીઝલ્ટ પાસપોર્ટ 65.18% રિઝલ્ટ આવેલ છે. જ્યારે મોરબી જિલ્લાનું સરેરાશ 73.79 ટકા પરિણામ જાહેર થયું છે અને જિલ્લાના 304 વિદ્યાર્થીઓએ એ – વન ગ્રેડ મેળવ્યો છે.

માર્ચ 2022માં લેવાયેલ ધોરણ 10ની પરીક્ષામાં મોરબી જિલ્લાના કુલ 11535 વિદ્યાર્થીઓ નોંધાયેલ હતા જેમાંથી 11421 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. આજે જાહેર થયેલ પરિણામ મુજબ જિલ્લાનું સરેરાશ પરિણામ 73.79 ટકા જાહેર થયું છે. જે સમગ્ર રાજ્યમાં સૌથી ઉંચા પરિણામમાં બીજા ક્રમે છે. અત્રે એ નોંધનીય છે કે જિલ્લાની 10 શાળાઓનું પરિણામ 100 ટકા આવ્યું છે.

આજે જાહેર થયેલા પરિણામ મુજબ મોરબી જિલ્લાના 304 વિદ્યાર્થીઓએ એ- વન ગ્રેડ, 1226 વિદ્યાર્થીઓએ એ- ટુ ગ્રેડ, 1770 વિદ્યાર્થીઓને બી – વન ગ્રેડ, 2128 વિદ્યાર્થીઓને બી-ટુ ગ્રેડ, 2000 વિદ્યાર્થીઓને સી-વન અને 948 વિદ્યાર્થીઓને સી – ટુ ગ્રેડ મળ્યો છે. જ્યારે 52 વિદ્યાર્થીઓ ડી ગ્રેડમાં આવ્યા હતા.

જ્યારે વાંકાનેર કેન્દ્રનું 76.97 ટકા પરિણામ આવેલ છે વાંકાનેર કેન્દ્રમાંથી કુલ 2126 વિદ્યાર્થીઓએ પરીક્ષાના ફોર્મ ભર્યા હતા જેમાંથી 2098 વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી જેમાંથી 1615 વિદ્યાર્થી પાસ થયા છે.

આ સમાચારને શેર કરો