મોરબીમાં 17મીએ શિક્ષકો માટે જિલ્લા ફેર બદલી સ્થળ પસંદગી કેમ્પ

જરુરી આધાર પુરાવા સાથે વી.સી. ટેકનિકલ હાઇસ્કૂલ ખાતે હાજર રહેવુ.

મોરબી : જિલ્લા ફેરબદલીથી મોરબી જિલ્લામાં આવવા માંગતા અને અન્ય જિલ્લા/નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં નોકરી કરતા પ્રાથમિક/ઉચ્ચ પ્રાથમિક વિભાગના શિક્ષકોનો જિલ્લા ફેર બદલી સ્થળ પસંદગી કેમ્પ તા.૧૭/૦૬/૨૦૨૧ ગુરૂવાર ના રોજ ધી.વી.સી.ટેકનિકલ હાઇસ્કૂલ, વી.સી. ફાટક સામે, મોરબી ખાતે રાખવામાં આવેલ છે.

ફેર બદલી કેમ્પમાં સવારે ૯ કલાકે ધો ૧ થી ૫, બપોરે ૧૩:૩૦ કલાકે ભાષા, બપોરે ૧૫:૦૦ કલાકે સામાજિક વિજ્ઞાન, બપોરે ૧૬:૩૦ કલાકે ગણિત-વિજ્ઞાન નો જિલ્લા ફેર બદલી સ્થળ પસંદગી કેમ્પ યોજાશે.

મોરબી જિલ્લા ફેર બદલી કેમ્પમાં જરુરી આધાર પુરાવા સાથે હાજર રહેવા અર્થે ધો. ૧ થી ૫ માં ખાસ કેટેગરીમાં ક્રમ નં: ૧ થી ૫, એકતરફી કેટેગરીમાં ક્રમ નં:૧ થી ૧૧૫, ભાષામાં ખાસ કેટેગરીમાં ક્રમ નં: ૧ થી ૯, એકતરફી ક્રમ નં: ૧ થી ૪૦, ગણિત-વિજ્ઞાનમાં ખાસ કેટેગરીમાં ક્રમ નં: ૧ થી ૧૮, એક તરફી કેટેગરીમાં ક્રમ નં:૧ થી ૪૦, સામાજિક વિજ્ઞાનમાં ખાસ કેટેગરીમાં ક્રમ નં: ૧ થી ૪, એક તરફી, ક્રમ નં:૧ થી ૨૫ મુજબ કોલ લેટર આર.પી એડી. મારફતે તમામ શિક્ષકોને મોકલવામાં આવેલ છે.

મોબાઈલ એપ્સ
ઝડપથી સમાચાર મેળવવા માટે play storeમાં જઈને કપ્તાનની મોબાઇલ એપ્સ ડાઉનલોડ કરો… નીચેની લિંક પર ક્લિક કરીને પણ ડાઉનલોડ કરી શકાશે…

https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews

વોટ્સએપ:-
આ ઉપરાંત કપ્તાનના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/Jse1BNncG9P7UIplHGIPcK

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ, સિગ્નલ અને ઇન્સ્ટાગ્રામ મા પણ જોડાઈ શકો છો…

આ સમાચારને શેર કરો