વાંકાનેર: ભલગામમાંથી ગુમશુદા થયેલ મહિલા રાજકોટની સોની બજારમાંથી મળી આવી
વાંકાનેર: ગત તા.20/5/2020 ના રોજ તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુમશુદાના કેસ સંદર્ભે ગુમ થનાર નસીમબેન હારૂનભાઇ કાજી (ઉ.વ. 35, રહે. ભલગામ, તા. વાંકાનેર) રાજકોટ મુકામે સોની બજારમાં હોવાની બાતમી DySP કચેરીના સ્ટાફને મળી હતી. જેના આધારે ગઈકાલે તા. 11ના રોજ તપાસ કરતા રાજકોટ ખાતેથી નસીમબેન મળી આવેલ છે. તેઓને વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે.