skip to content

રાજકોટમાં કોરોનાથી વધુ ૨૫ દર્દીના મોત

૨ાજકોટમાં કો૨ોના યમદૂતનું રૂપ લઈને ૨ાજકોટ સિવિલ અને ખાનગી હોસ્પિટલમાં દર્દીઓના જીવ લઈ ૨હયાં છે. આજે વધુ ૨પ લોકોના મોત થતાં લોકોમાં ફફળાટ સાથે ચિંતા જોવા મળી ૨હી છે.

૨ાજકોટની સિવિલ અને ખાનગી હોસ્પિટલમાં કો૨ોનાના દર્દીઓની સંખ્યા વધી ૨હી છે. આ જોતા કો૨ોના છેલ્લા એક મહિનામાં ભયંક૨ સ્થિતિએ પહોંચ્યો હોવાનું કહી શકાય. આ બધા વચ્ચે કો૨ોનાનો મૃત્યુ દ૨ ઘટવાનું નામ લેતો નથી ૨ાજકોટ સિવિલ અને ખાનગી હોસ્પિટલમાં દ૨૨ોજના ૨૦ થી ૨પ લોકો મોતના મુખમાં ધકેલાઈ ૨હયાં છે. છેલ્લા ૨૪ કલાકમાં ૨ાજકોટ શહે૨ના ૧૯, ગ્રામ્યના 2 અને અન્ય જિલ્લાનાં ૪ દર્દીઓના મોત નિપજતાં મૃત્યુ આકં ૨પ એ પહોંચ્યો છે. જયા૨ે 6 દિવસમાં ૧પ૧ લોકોના મોત નિપજયાં છે.

રાજકોટમાં કેસ અને કોરોનાથી મોતની સંખ્યા દિન પ્રતિદિન વધતી જાય છે જે મોટી ચિંતાનો વિષય છે. આવી સ્થિતિમાં ઘણા લોકો ફરી થોડા દિવસનું લોકડાઉન જરી છે તેવું માનવા લાગ્યા છે. બે દિવસ પહેલા તબીબી જગતે પણ રાજકોટમાં લોકડાઉન જરૂરી છે તેવો મત વ્યકત કર્યેા હતો. હાલ સરકારે અનલોક–૪માં ઘણી છૂટછાટ આપી છે અને તેને કારણે લોકો પણ થોડા બેફીકર બન્યા છે. આવી સ્થિતિમાં હવે જથ્થાબધં કેસ આવી રહ્યા છે. અનેક સરકારી કચેરીઓ, બેંકો, ખાનગી ઓફિસોમાં પણ કેસ જોવા મળી રહ્યા છે. સો થી સવાસો જેટલા ડોકટરો પણ સંક્રમિત છે અને ૪૦ જેટલા જવેલર્સના મોત પણ થઇ ચુકયા છે. આમ રાજકોટમાં દિવસેને દિવસે સ્થિતિ ગંભીર થતી જાય છે આવી સ્થિતિમાં લોકડાઉન એક અસરકારક ઉપાય હોવાનું માનવામાં આવી રહ્યું છે.

જો કે, કેટલાક એમ માને છે કે, શહેરને બચાવવા માટે લોકડાઉન જરૂરી છે છતાં જો આ શકય ન હોય તો સોશીયલ ડીસટન્સનો કડક અમલ કરાવવો જરૂરી છે. જો જુદા જુદા તત્રં કડકાઈ રાખે અને કાર્યક્રમોની મંજુરી આપવા માટેના નિયમોનો અમલ ચુસ્તપણે કરાવે તો પણ સંક્રમણ અટકાવી શકાશે ખાસ કરીને રાજકીય પક્ષો ઉપર લગામ રાખવી જરી છે. રાજકોટમાં સી.આર.પાટીલે રેલી યોજી હતી અને તેમાં નિયમો તૂટયા હતા તો બીજી તરફ કોંગ્રેસ ઉપપ્રમુખ હાર્દિક પટેલે પણ નિયમો તોડયા હતા. આવી સ્થિતિમાં આવા કાર્યક્રમો ઉપર લગામ જરૂરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, નેતાઓના જાહેર કાર્યક્રમો પછી જ રાજકોટમાં કેસ અને મોતાના આંકડા ચિંતાજનક રીતે વધ્યા છે.

વોટ્સએપથી પહેલા સમાચાર મેળવવા માટે કપ્તાનની ટેલિગ્રામ ચેનલ જોઈટ કરવા નીચેની લિંક પર ક્લીક કરો….. https://t.me/kaptaannews

આ સમાચારને શેર કરો