Placeholder canvas

ટંકારા: આકાશમાંથી વરસતા અગ્નિગોળાથી બચવા વેપારીઓએ રસ્તા પર નેટ બાંધી

ટંકારા નગરના માર્ગો ઉપર ડેરાતંબુ તાણીને વેપારી મિત્રોએ આકાશ માથી આવતા અગ્નિગોળામા આશિક રાહત મેળવવા રસ્તો શોધી કાઢ્યો.

હાલ ગુજરાતમાં કાળઝાળ ગરમી પડી રહી છે. આકાશમાંથી વરસતા અગનગોળા લોકો માટે મુસીબત બની રહ્યા છે. લોકો ગરમીમાં સેકાઈ રહ્યા છે. ત્યારે ગરમીમાંથી બચવા માટે લોકો નીત નવા પ્રયોગો અજમાવી રહ્યા છે. આવો જ એક પ્રયોગ ટંકારાના વેપારીઓએ અપનાવી ગરમીમાંથી થોડો ઘણો છુટકારો મેળવ્યો છે.

આગ ઓકતા આકાશમાંથી રાહત મેળવવા ટંકારાના વેપારીઓએ માર્ગ ઉપર ડેરાતંબુ તાણીને આંશિક રાહત મેળવવાની તરકીબ અજમાવી છે. ઉનાળાની કાળઝાળ ગરમીમાં કાળા માથાના માનવીથી લઈને જીવ માત્ર આકુળવ્યાકુળ બની ત્રાહિમામ પોકારી રહ્યા છે ત્યારે ટંકારા શહેરની મેઇન બજારના વેપારીઓ દ્વારા સૂર્ય નારાયણના તેજ કિરણોથી રક્ષણ માટે રોડની ઉપર પાથરણા બાંધી થોડો છાંયડો કરી ગરમીમાંથી રાહત મેળવવાનો માર્ગ શોધી કાઢયો છે.

કપ્તાન ના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો…. https://chat.whatsapp.com/BDeowoFVfbkELssypF4KFt

ઉપરની લીંક આપના મિત્રોને કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે મોકલી શકો છો…

આ સમાચારને શેર કરો