વાંકાનેર: રાજાવડલા ગામે તાજી જન્મેલી બાળકી તરછોડી દીધેલ હાલતમાં મળી આવી.
વાંકાનેર: આજે વહેલી સવારે તાલુકાના રાજાવડલા ગામેથી એક તરછોડી દીધેલી તાજી જન્મેલી બાળકી મળી આવી હતી. તેમને વહેલી સવારે પોલીસ દ્વારા વાંકાનેર સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવી હતી
વધુમાં મળેલી માહિતી મુજબ જુના રાજવડલા ગામની શેરી નંબર ૬ માં ફિરોઝ આહમદભાઈ વકાલિયાના ઘર પાસે શેરીમાં એક તાજી જન્મેલી બાળકીને કોઈ રેઢી મૂકી ગયું હતું જેમની વહેલી સવારે રોઝુ રાખવા માટે શહેરી કરવા (જમવા) ઉઠેલા ઈસ્માઈલભાઈ જલાલભાઈ વડાવીયાને બાળકી રડવા નો અવાજ આવતાં તેઓ ત્યાં ગયા હતા ત્યારે તેમને એક તાજી જન્મેલી બાળકીને રેઢી જોઈ હતી. તુરત જ તેમને વાંકાનેર સીટી પોલીસને જાણ કરતા પોલીસ ત્યાં પહોંચી હતી અને બાળકીને વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચાડી હતી.
વાંકાનેર સિવિલ હોસ્પિટલના સ્ટાફે આ તાજી જન્મેલી બાળકીને તપાસી હતી અને પ્રાથમિક સારવાર આપી હતી વધુમાં મળેલી માહિતી મુજબ બાળકી અધૂરા માસે જન્મેલા છે અને વજન ઓછુ હોવાના કારણે તેમને વધુ સારવાર માટે રાજકોટ રીફર કરવામાં આવેલ છે.
આ ઘટના સામે આવતા અહીંયા ગામમાં આ બાળકીને કોણ મૂકી ગયું ? શા માટે મૂકી ગયું ? ધૂળકા ફૂલ જેવી બાળકીને શું કોઈ પોતાનું પાપ છુપાવવા માટે મૂકી ગયું ? જેવા પ્રશ્નો લોકોમાં ચર્ચાય છે અને આ બાળકીની જનેતા ઉપર લોકો ફિટકાર વર્ષાવી રહ્યા છે.પોલીસ હાલમાં આ બાળકીને કોને તરછોડી તે શોધવા માટે તપાસ શરૂ કરી છે.
કપ્તાન ના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો…. https://chat.whatsapp.com/BDeowoFVfbkELssypF4KFt
ઉપરની લીંક આપના મિત્રોને કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે મોકલી શકો છો…
કપ્તાનના સમાચાર ઝડપથી અને સૌથી પહેલાં વાંચવા માટે કપ્તાનની મોબાઇલ એપ્સ ડાઉનલોડ કરો…
કપ્તાની મોબાઇલ એપ ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો… https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews