આવતીકાલે ‘મેહુલ ટેલિકોમ’ના ફાઉન્ડર મેહુલભાઈના જન્મદિવસ નિમિત્તે પાણીના કુંડાનું નિઃશુલ્ક વિતરણ કરાશે…

વાંકાનેર: આવતીકાલે ગુજરાતની મોબાઇલ બ્રાન્ડ બનેલ “મેહુલ ટેલિકોમ”ના. ફાઉન્ડર અને ચેરમેન મેહુલ રાયમગિયાનો જન્મદિવસ છે. આ જન્મદિવસ નિમિત્તે વાંકાનેરમાં જીનપરા ચોક ખાતે આવેલ મેહુલ ટેલિકોમ પરથી પંખીઓ માટે પાણીના કુંડાનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવશે.
હાલમાં પડી રહેલ ભારે તાપમાં પંખીઓ પાણી જ્યાં ત્યાં શોધતા હોય છે એવા સમયમાં અને આ ભારે તાપમાનમાં પંખીઓની પણ તરસ છીપાવાના શુભ હેતુ સાથે મેહુલ રાયમગિયા પોતાનો જન્મદિવસ ઉજ્જવણી પંખીઓની તરસ છીપાવવાનું શુભકાર્ય કરીને કરનાર છે. ત્યારે જે કોઈ લોકો પોતાના ઘરે, ઓફિસ પર કે ધંધાના કોઈપણ સ્થળે પંખીઓ માટે પાણીનું કુંડું રાખવા ઈચ્છતા હોય તે લોકોએ વાંકાનેર મેહુલ ટેલિકોમમાંથી નિશુલ પાણીનું કુંડું મેળવીને આ કુંડામાં દરરોજ પંખીઓ માટે પાણી ભરીને પંખીઓના સેવા કાર્યમાં સહયોગ આપવા મેહુલ રાયમગિયા જાહેર અપીલ કરી છે.

