વાંકાનેરમાં લોક અદાલત યોજાય: 979 કેસનો નિકાલ
વાંકાનેર : વાંકાનેર ખાતે ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરીટીના માર્ગદર્શન હેઠળ યોજાયેલ નેશનલ લોક અદાલતમાં સિનીયર પ્રિન્સીપાલ સિવિલ કોર્ટ, એડી પ્રિન્સીપાલ સિવીલ જજ કોર્ટ તથા બીજા અધિક સિવીલ કૉર્ટમાં, આ લોક અદાલતમાં કુલ 1239 કેસ મુકાયા હતા. જેમાંથી 978 કેસનો નીકાલ થયો હતો.
લોક અદાલતમાં સમાધાન મની રકમ પેટે રૂપિયા 1,10,38,635 જમા થયા હતા. આ ઉપરાંત પીજીવીસીએલના, તથા બેંકોના સમાધાનના ભાગ રૂપે પ્રિલીટીગેશનના ફુલ 669 કેસ મુકાયેલ, જે પૈકી 92 કેસ પુરા થયા હતા, જેની સમાધાનની રકમ પેટે રૂપીયા 885500 વસુલ થયા હતા.
આ લોક અદાલતમાં વાંકાનેરના સિનીયર સિવીલ જજ એ. આર. રાણા, અધિક સિવલ જજ એમ. સી. પટેલ તથા બીજા અધિક જજ આત્મદીપ શર્મા, સેક્રેટરી શેઠભાઈ, તાલુકા કાનુની સેવા સમિતીના હરદેવસિંહ ગોહીલ તથા ગઢવીભાઈ અને જાડેજાભાઈ અને કોર્ટના સ્ટાફે જહેમત ઉઠાવી લોક અદાલત સફળ બનાવી હતી. આ લોક અદાલતમાં PGVVL અને વિવિધ બેંકોના પ્રતિનિધિઓ જોડાયા હતા.