સ્થાનિક સ્વરાજ સંસ્થાની ચૂંટણી છ મહિના પાછી ઠેલાશે..? જાણવા વાંચો
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આગામી ડિસેમ્બર મહિનામાં યોજાનાર છે. પરંતુ વર્તમાન કોરોનાની સ્થિતિના કારણે આ ચૂંટણી પાછી ઠેલવામાં આવે તેવા સંકેતો મળી રહ્યા છે. કોરોનાના લીધે સરકારની કામગીરી અને કાર્યરીતિને લઈ કેટલાક સવાલો ઉભા થયા છે. જેમાં ભ્રષ્ટાચાર, બેરોજગારી, આરોગ્યલક્ષી સેવાઓ, મોંઘવારી મૂળભૂત રીતે જવાબદાર છે. પરિણામે ૬ મ.ન.પા. જયાં કોરોનાનું અતિક્રમણ છે. તે ગુમાવવાનો વખત આવે જેની દુરોગામી અસર આગામી વિધાનસભાની ચૂંટણી પર પડી શકે છે. તેને રોકવા માટે સરકારને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પાછી લઈ ગયા સિવાય છૂટકો નથી. મહંદ અંશે આ ચૂંટણી ઓછામાં ઓછી છ મહિના પાછી ઠેલવવામાં આવે તેવી શક્યતા છે.
ડિસેમ્બર-૨૦૨૦માં રાજ્યની ૬ મ.ન.પા. અને ૫૨ નગરપાલિકા, ૩૧ જિલ્લા પંચાયત, ૨૩૦ તાલુકા પંચાયતોની મુદત પૂર્ણ થઈ રહી છે આ તમામની સામાન્ય ચૂંટણી યોજવાની થાય છે પરંતુ કોરોનાની મહામારીના કારણે આ ચૂંટણી પાછી ઠેલવામાં આવે તેવી પ્રબળ સંભાવના છે. આ મામલે હાઈકોર્ટમાં જાહેરહિતની અરજી પણ કરવામાં આવી છે. જો ચૂંટણી યોજાય તો કોરોનાના કેસનો રાફડો ફાટશે અને વધુને વધુ લોકો સંક્રમિત થશે અને કોરોનાના કારણે ઓછા લોકો મતદાન કરવા આવે તેવી શકયતા છે. આ અંગે આગામી દિવસોમાં હાઈકોર્ટ સુનાવણી હાથ ધરવામાં આવશે.
આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પાછી ઠેલવામાં આવે તો તમામ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં વહીવટદાર શાસન આવશે. ગ્રામ પંચાયતોમાં તલાટી, તાલુકા પંચાયતમાં ટીડીઓ, જિલ્લા પંચાયતના ડીડીઓ, નગરપાલિકામાં ચીફ ઓફિસર અને મહાનગરપાલિકાઓમાં મ્યુનિસિપલ કમિશનરને નોડલ ઓફિસર તરીકે મૂકવામાં આવશે. હાલ ચૂંટાયેલી પાંખની મુદત પૂર્ણ થવાના કારણે કોઈપણ પ્રકારના વહીવટી નિર્ણયો પણ કરવામાં નહીં આવે જરૂર પડયે વહીવટદાર જ નિર્ણય લેશે. રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીના નિયમ મુજબ અસામાન્ય સંજોગોમાં છ મહિના વહેલા અને છ મહિના મોડી ચૂંટણી યોજવાનો નિયમ છે. જેને ધ્યાનમાં રાખી અને હાઈકોર્ટના નિર્ણય પર સરકાર તેની વિચારણા આગળ વધારશે.
ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..
https://chat.whatsapp.com/IEuz1mb5RgG8uPqLzlZ9Bo
આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…