વાંકાનેરમાં બાઈક પર ઈંગ્લિશ દારૂની હેરાફેરી કરતો શખ્સ ઝડપાયો
વાંકાનેર : વાંકાનેર પોલીસે ગઈકાલે બાતમીના આધારે બાઈક પર ઈંગ્લિશ દારૂની હેરાફેરી કરતા એક શખ્સને ઝડપી લીધો હતો.
મળેલ માહિતી મુજબ વાંકાનેર સીટી પોલીસ સ્ટાફે ગઈકાલે વાંકાનેરની થાન ચોકડી પાસે જીજે-૦૩-એએફ-૧૮૧૧ નંબરના બાઈક પર ઈંગ્લિશ દારૂની બોટલોની હેરાફેરી કરવા નીકળેલા આરોપી વીપુલભાઇ મનસુખભાઇ સરવાળીયા (ઉ.વ ૧૯, રહે. મનડાસર, તા.થાનગઢ, જિ.સુરેન્દ્રનગર)ને ઈંગ્લિશ દારૂની બોટલ નંગ-૨૪ તથા બાઈક અને એક મોબાઈલ મળીને કુલ મુદામાલ રૂ. ૨૧,૨૦૦ સાથે ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.