વાંકાનેર: આરોગ્યનગરમાં ઘરમાંથી વિદેશી દારૂની 22 બોટલ પકડાય

વાંકાનેર : વાંકાનેર શહેરમાં આરોગ્યનગર વિસ્તારના રહેણાંક મકાનમાં વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો છે. આ બનાવમાં વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં બે શખ્સોની અટકાયત કરવામાં આવી છે.

ગઈકાલે તા. 11ના રોજ વાંકાનેરમાં આરોગ્યનગર, ગાયત્રી મંદિર રોડ પર હાર્દીકભાઇ ગોવીંદભાઇ અસયા (લોધા)ના રહેણાંક મકાનની ઓસરીમાં આવેલ ખાંચામાં ગે.કા. પાસ પરમીટ કે આધાર વગર ભારતીય બનાવટની પરપ્રાંતીય ઇંગ્લીશ દારૂની બોટલ નંગ 22, કિં.રૂ. 6600 વેચાણ કરવાના ઇરાદે રાખેલ હતી. પોલીસે વિદેશી દારૂનો જથ્થો તથા મોબાઈલ ફોન મળી કુલ મુદામાલ રૂ. 17,600નો કબ્જે કરવામાં આવેલ છે. તેમજ આરોપીઓ હાર્દિક અને કિશનભાઇ ઉર્ફે કાનો અશોકભાઇ ખિરૈયાની અટકાયત કરવામાં આવી છે.

આ સમાચારને શેર કરો
  • 553
  •  
  •  
  •  
  •  
  •  
    553
    Shares