Placeholder canvas

મોરબી જીલ્લાના “ઝી ૨૪ કલાક” ગુજરાતી ન્યુઝ ચેનલના રિપોર્ટર હિમાંશુ ભટ્ટનો આજે જન્મદિન

છેલ્લા ૧૫ વર્ષથી પત્રકાત્વ ક્ષેત્રે નિષ્ઠાપૂર્વક અને નીડરતાથી કામગીરી કરતા મોરબી જીલ્લાના “ઝી ૨૪ કલાક” ગુજરાતી ન્યુઝ ચેનલના પત્રકાર હિમાંશુ ભટ્ટનો આજ રોજ જન્મદિવસ હોય રાજકીય તેમજ સામાજિક આગેવાનો અને બહોળા મિત્ર વર્તુળ તરફથી તેમને શુભેચ્છાઓ મળી રહી છે.

રાજકોટ સૌરાષ્ટ્ર યુનીવર્સીટી ખાતે જર્નાલિઝમનો અભ્યાસ કર્યા બાદ છેલ્લા ૧૫ વર્ષથી પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનીક મીડિયા સાથે કામ કરીને હંમેશા લોકોના પ્રર્શ્નોને નીડરતાથી અને નિષ્ઠાપૂર્વક ન્યાય આપતા હિમાંશુ અનિલભાઈ ભટ્ટે તેની કારકીદીની શરૂઆત 15 વર્ષ પૂર્વે કરી હતી. તેઓ છેલ્લા કેટલાક વર્ષોથી ‘સાંજ સમાચાર’ તેમજ ઝી ૨૪ કલાક ન્યુઝ ચેનલ સાથે કામ કરીને લોકોના પ્રશ્નોનો ઉકેલ લાવવામાં તેમજ સમાસ્યનો નિકાલ લાવવા માટે અને હવે “મોરબી ટુડે” ના માધ્યમનો મોરબીના રહેવાસીઓની સુખાકારીમાં વધારો કરવા માટે સદઉપયોગ કરનારા હિમાંશુ ભટ્ટને આજે તેના જન્મદિવસ નિમિતે રાજકીય આગેવાનો, હોદેદારો, કાર્યકર, સામાજિક આગેવાનો તેમજ તેમના મિત્રો તરફથી જન્મદિવસની શુભેચ્છાઓ રૂબરૂ, સોશ્યલ મીડિયાના માધ્યમથી તેમજ તેમના મો. ૯૬૬૨૦ ૩૮૨૯૮માં ફોન અને મેસેજ થકી મળી રહી છે.

આ સમાચારને શેર કરો