વાંકાનેર: લીંબાળામાં ઘરમાંથી વિદેશી દારૂની બોટલો સાથે એક પકડાયો


વાંકાનેર : વાંકાનેર તાલુકાના લીંબાળા ગામમાં ઘરમાંથી વિદેશી દારૂની બોટલો સાથે એક શખ્સને પકડી પાડવામાં આવ્યો હતો. આ શખ્સ સામે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.

ગત તા. 6ના રોજ લીંબાળા ગામમાં ખાંભાળા રોડ પર મોહીનરજાક અબ્દુલભાઇ કડીવાર (ઉ.વ. ૨૧)એ રહેણાંક મકાનના રૂમમા વેચાણ કરવાના ઇરાદે રાખેલ વ્હીસ્કીની બોટલ નંગ 8, કિં.રૂ. 2400 તથા રમની બોટલ નંગ 3, કિ.રૂ. 900 તથા રમની બોટલ નંગ 15, કિ.રૂ. 2250 રાખેલ હતી. પોલીસે વિદેશી દારૂની બોટલો તથા મોબાઈલ સહીત કુલ રૂ. 10,550નો મુદામાલ કબ્જે કરવામાં આવ્યો છે. તેમજ પોલીસે આરોપી મોહીનરજાકની અટકાયત કરી છે.
ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..
https://chat.whatsapp.com/IEuz1mb5RgG8uPqLzlZ9Bo
આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…
