વીરપુર: જલારામ મંદિરના દ્વાર આજથી દર્શનાર્થીઓ માટે ખુલ્યા
સુપ્રસિદ્ધ યાત્રાધામ વીરપુર ખાતેના જલારામ મંદિરના દ્વાર સોશ્યલ ડિસ્ટન્સના સરકારી નિયમોને આધીન આજથી શ્રદ્ધાળુઓ માટે ખુલ્લા મુકાયા છે. કોરોના મહામારી ને કારણે સાવચેતી ના ભાગ રૂપે જલારામબાપા નું મંદિર દર્શનાથી ઓ માટે બંધ કરવામાંનો નિર્ણય લેવામાં આવ્યો હતો ત્યાર બાદ આજ રોજ 8ને ગુરૂવાર થી દર્શનાથી ઓ માટે ખુલ્લું મૂકવામાં આવેલ છે.
વીરપુર ખાતેના જલારામ મંદિર દ્વારા સરકારી ગાઈડ લાઈનનું ચુસ્તપણે પાલન સાથે શ્રદ્ધાળુઓ માટે 8 ઓક્ટોબર થી મંદિરના દ્વાર ખોલવાનો નિર્ણય ગાદીપતિ રઘુરામબાપા દ્વારા કરવામાં આવ્યો હતો. જેમાં અવિરત નામ દેશ-વિદેશમાં આસ્થાનું કેન્દ્ર રહેલ સંત જલારામ બાપાના દર્શન માટે સરકારની ગાઈડ લાઈનનું ચુસ્તપણે પાલન કરી સોશ્યલ ડિસ્ટન્સીંગના પાલનની અને સેનિટેશનની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.
દરેક દર્શનાર્થીઓને સૌ પ્રથમ વીરપુરમાં આવેલ માનકેશ્વર મંદિરની બાજુમાં રજીસ્ટ્રેશન કાર્યાલયેથી પોતાનું રજીસ્ટ્રેશન કરાવી ટોકન મેળવીને સેનીટાઈઝ ચેમ્બરમાં સેનેટાઇઝ થયા બાદ જ મંદિરમાં પ્રવેશ મળશે. ઉપરાંત મોઢા પર માસ્ક બાંધવું પણ ફરજીયાત કરવામાં આવ્યું છે. જલારામ બાપાના દર્શન સવારે 7 થી બપોરના 1 વાગ્યા સુધી અને બપોરે 3 વાગ્યાથી સાંજના 7 વાગ્યા સુધી થઈ શકશે.
ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..
https://chat.whatsapp.com/IEuz1mb5RgG8uPqLzlZ9Bo
આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…