વાંકાનેર: દલડી ગામમાં અંગ્રેજી દારૂની હેરાફેરી કરતો એક પકડાયો
વાંકાનેર : તાલુકાના દલડી ગામમાં જ્યુપિટર સ્કૂટરમાં વિદેશી દારૂની હેરાફેરી કરતો એક શખ્સ પકડાયો છે. વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં તેના વિરુદ્ધ પોહિબીશન એક્ટ મુજબ ગુનો નોંધાયો છે.
વાંકાનેર તાલુકાના દલડી ગામના પેટ્રોલ પંપ સામે રોડ પર tvs ના જ્યુપિટર જી.જે.૩૬-જે-૦૯૧૯માં ગેર કાયદેસર રીતે, પાસ પરમીટ વગર ભારતીય બનાવટની ઇગ્લીશ દારૂની બોટલ નંગ 115, કી.રૂ. 4400 સાથે જીતેન્દ્રભાઇ ઉર્ફે જયંતી અમુભાઇ ચાવડા (ઉ.વ. ૨૨, રહે. મોરબી, ઇન્દીરાનગર ખોડીયારમાના મંદીર પાસે, મુળ રહે. હરીપર, તા. માળીયા) પકડાયો હતો. પોલીસે વિદેશી દારૂ અને સ્કૂટર મળી કુલ રૂ. 44,500નો મુદામાલ કબ્જે કર્યો હતો. આ બનાવમાં પોલીસે કાયદેસરની કાર્યવાહી કરેલ છે.