skip to content

વાંકાનેર: નિર્મલા કોન્વેન્ટ સ્કૂલ પાસે ભેંસ સાથે બાઈક અથડાતા ક્ષત્રિય યુવકનું મોત

વાંકાનેર: ગતરાત્રે જડેશ્વર રોડ ઉપર નિર્મલા કોન્વેન્ટ સ્કૂલ પાસે ભેંસ સાથે બાઈક અથડાતા છત્રી યુવકનું મોત નિપજ્યું છે.

આ ઘટનાની મળેલ માહિતી મુજબ પેડકથી થોડુ આગળ જડેશ્વર રોડ પર આવેલ 9 એવન્યુ સોસાયટીમાં રહેતા પૃથ્વીરાજસિંહ કીશોરસિંહ જાડેજા (ઉ.વ. 35) નું ગતરાત્રે નિર્મલા કોન્વેન્ટ સ્કુલ પાસે રાત્રિના અંધકારમાં કાળી ભેંસ રોડ પર રાત્રીના અંધારામાં ન દેખાતા આ યુવકનું બાઇક ભેંસ સાથે ધડાકા ભેર અથડાતાં પૃથ્વીરાજસિંહ જાડેજાનું ઘટના સ્થળે જ કરુણ મોત નિપજ્યુ હતુ. પોલીસને જાણ થતાં ઘટનાસ્થળે દોડી ગઇ હતી અને મૃતક યુવાનની લાશને પોસ્ટમોર્ટમ માટે વાંકાનેર સરકારી હોસ્પિટલે લઈ જવામાં આવી હતી.

ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…

https://chat.whatsapp.com/HXxRwRhpPxVK3z7VKGWTpv

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…

આ સમાચારને શેર કરો