વાંકાનેર: અગાભી પીપળીયા ગામે પતિની પ્રેમિકાને પત્નીએ મારી મારીને ધોઇ નાખી.

વાંકાનેર: તાલુકાના અગાભી પીપળીયા ગામે પતિ અને તેની પ્રેમિકા વાડી હોવાની પત્નીને જાણ થઇ હતી. જેથી પત્નીએ તેના ભાઈ સહિતનાને બોલાવીને પ્રેમિકાને મારમાર્યો હતો. જેથી પ્રેમિકાને રાજકોટ સારવારમાં ખસેડવામાં આવી છે, તેની ફરિયાદના આધારે મહિલા સહીતચાર સામે ગુનો નોંધાયો છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ થોરાળામાં એકલી રહેતી આરતી પિયુષ કનેજા (ઉ.૨૯) નામની કોળી યુવતિ પ્રેમી હનિફ સાથે તેની વાડીએ વાંકાનરેના અગાભી પીપળીયા ગામે ગઇ હતી. ત્યારે રાત્રીના બે વાગ્યે હનીફની પત્નિ હીરબાઈ, કાસમભાઈ, કાસમભાઈના ભાણેજ તેમજ મયલા નામના શખ્સે બેફામ મારમાર્યો હતો. આરતીબેને વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે હાલમાં હીરબાઈ, કાસમભાઈ, કાસમભાઈના ભાણેજ તેમજ મયલા સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…

https://chat.whatsapp.com/HXxRwRhpPxVK3z7VKGWTpv

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…

આ સમાચારને શેર કરો