મોહદીસે આઝમ મિશન દ્વારા યોજાયેલ નિબંધ સ્પર્ધા “કરબલા સત્ય માટે શહાદત”નું પરિણામ જાહેર
સમગ્ર વિશ્વ માં માનવ સમાજ ની સેવા માટે સક્રિય સંસ્થા મોહદીસે આઝમ મિશન ના ગુજરાત યુનિટ દ્વારા બાળકો માં વાંચન અને લેખન નો ગુણ નો વિકાસ થાય તેવા હેતુથી ગુજરાત લેવલની નિબંધ સ્પર્ધા ‘કરબલા સત્ય માટે શહાદત’ નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું, આ નિબંધ સ્પર્ધા માટે ધોરણ 8 થી લઈ ને કોલેજ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે નું ધારા ધોરણ નક્કી કરવામાં આવ્યું હતું, આ નિબંધ સ્પર્ધામાં વિદ્યાર્થીઓ ખૂબ જ ઉત્સાહ ભેર ભાગ લીધો હતો સમગ્ર ગુજરાત અને છેવાડા ના વિસ્તાર ના વિદ્યાર્થીઓ એ પણ ભાગ લીધો હતો.
સમગ્ર ગુજરાતમાં થી 500 થી વધુ વિદ્યાર્થીઓ દ્વારા સ્પર્ધા માં ભાગ લેવામાં આવ્યો હતો ,લગભગ દોઢ મહિના સુધી ચાલેલી આ પ્રક્રિયા માં પરિણામ આપવા માટે સ્પર્ધાના નિર્ણાયકો હાફિઝ નશરુદ્દીન અશરફી, મૌલાના મોહસીન અલીમી નકશબંદી,મૌલાના મોહસીન બારીવાલા આ ત્રણે નિર્ણાયકો એ રાત દિવસ મેહનત કરી પરિણામ તૈયાર કર્યું હતું અને આવેલ નિબંધો અને આપણા વિદ્યાર્થીઓ ના ઇસ્લામિક ઇતિહાસ ના પરિપેક્ષ માં તેમના જ્ઞાન ઉપર સંતોષ વ્યક્ત કર્યો હતો.
આ સ્પર્ધા માં કુલ ભાગ લેનાર બાળકો પૈકી પ્રથમ (1)આવનાર જુનાગઢ ના વતની તુર્ક તંઝીલા ઈમ્તિયાઝ ખાન દ્વિતિય અદનાન મુસ્તાક હાફેઝી (નબીપુર) તૃતીય ઇડરિયા રુવેદા ખાતુન મોહમ્મદ રફીક (હિમ્મત નગર) ના નામ ની જાહેરાત કરવામાં આવી હતી…મોહદીસે આઝમ મિશન ના સરપરસ્ત સૈયદ હસન અશકરી સાહેબ મિશન ના ઓલ ઇન્ડિયા પ્રમુખ હાજી ઈબ્રાહીમ ભાઈ વાડિયાવાલા અને જનરલ સેક્રેટરી હાજી મુનિર વોહરા સાહેબે ત્રણે વિજેતા થયેલ બાળકો ને અભિનંદન પાઠવ્યા હતા.
આ સ્પર્ધા માં પ્રથમ,દ્વિતિય અને તૃતિય આવનાર સ્પર્ધકો ને અનુક્રમે રૂપિયા 10000, 5000અને 2800 નું ઇનામ આપવામાં આવ્યું છે, વર્તમાન પરિસ્થિતિ માં કોવિડ ને કારણે મેળાવડો કરવો શક્ય નથી એટલે તેમણે પ્રાપ્ત કરેલ ઇનામ ની રકમ ડાયરેક્ટ તેમના ખાતા માં ટ્રાન્સફર કરી દેવામાં આવશે અને પ્રમાણ પત્ર કુરિયર દ્વારા તેમના સુધી પોહચડવામાં આવશે.
ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..
https://chat.whatsapp.com/IEuz1mb5RgG8uPqLzlZ9Bo
આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…