રાજકોટમાં કોરોનાએ વધુ બે દર્દીઓ જીવ લીધા.
સમગ્ર સૌરાષ્ટ્રભરમાંથી રાજકોટ જીલ્લામાં સૌથી વધુ પોઝીટીવ કેસમાં વધારા સાથે ફરી મૃત્યુ આંકમાં પણ વધારો નોંધાયો છે. આજે વધુ બે દર્દીઓનાં મોત થયા છે.
આરોગ્ય વિભાગ દ્વારા આજે સવારે બહાર પાડેલા બુલેટીનમાં બે દર્દીઓનાં મોત જાહેર કર્યા છે. સાથે ગઈકાલનાં 1 મોતનાં બનાવમાં ડેથ ઓડીટ કમીટીએ રિપોર્ટ નીલ આપ્યો છે.આરોગ્ય વિભાગની સર્વે કામગીરીમાં ડોર ટુ ડોર સર્વેમાં શરદી, ઉધરસ, તાવના લક્ષણો ધરાવતાં 75 કેસ 46 ધનવંતરી રથમાં 109 અને હેલ્થ સેન્ટરમાં 82 ઓપીડી કેસ નોંધાયા છે.
આરોગ્ય વિભાગ દ્વારા માલીયાસણ તરઘડી, ત્રાકુડા, મોટા ગુંદાળા ગામો કવર કર્યા છે.