Placeholder canvas

વાંકાનેર: મહીકા સબ સેન્ટર પર કોરોના વેકશીન આપવાની શરૂઆત

લાલપર પ્રાથમિક શાળાના પૂર્વ આચાર્ય બાદી સાહેબે વેકશીન લીધું.

વાંકાનેર: મેસરીયા પીએસસી નીચે આવતા મહીકા સબ સેન્ટર પર કોરોના વેકશીન આપવાનું શરૂ કરવામાં આવ્યું છે. આ પહેલા માત્ર પીએચસીમાં જ વેકશીન આપવામાં આવતું હતું. જે હવે સબસેન્ટર પરથી વેકશીન આપવાની શરૂઆત થતા લોકોને વધુ લાભ મળશે.

આજે વાંકાનેર તાલુકાના મહિકા ગામે આવેલ સબ સેન્ટર પર લાલપર પ્રાથમિક શાળાના પૂર્વ આચાર્ય અબ્દુલ બાદી સાહેબે વેકશીન લીધું હતું અને તેઓએ સબ આરોગ્યના સ્ટાફ આભાર માન્યો હતો સાથો સાથ લોકોને આ વેકશીન લેવાની ભલામણ કરી હતી.

આ સમયે મહીકા સબસેન્ટર પર હાજર રહેલા મેસરીયા પીએચસીના મેડિકલ ઓફિસર ડૉ. તસરીફા માથાકિયાએ લોકોને કોઈ અફવામાં ન આવી ને સરકાર તરફથી ફ્રીમા આપવામાં આવતું આ વેકશીન લેવાની અપીલ કરી હતી.

આ સમાચારને શેર કરો