વાંકાનેર: દોશી કોલેજમાં કિશોરીઓ માટે આહારમાં પોષણનું મહત્વ અંગે ઓનલાઈન સેમિનાર યોજાયો

વાંકાનેર : વાંકાનેરમાં દોશી કોલેજના N.S.S.વિભાગ દ્વારા ‘પોષણ પખવાડિયુ’ની ઉજવણીના ભાગરૂપે કોલેજની વિદ્યાર્થીનીઓ માટે “કિશોરવયની વિધાર્થીનીઓ માટે આહારમાં પોષણનું મહત્વ” પર ઓનલાઇન વાર્તાલાપ યોજવામાં આવ્યો હતો.

આ સેમિનારમાં મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલયના આસિસ્ટન્ટ પ્રોફેસર કાંચી બારીયા દ્વારા ખોરાકમાં રહેલા પોષકતત્વો અને તેની શરીરના વિકાસમાં જરૂરિયાત અંગે વિસ્તારથી માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં કોલેજની 128 વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમનું સમગ્ર આયોજન અને સંચાલન N.S.S. પ્રોગ્રામ ઓફિસર ડો. શૈલેષ લાવડીયા દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં કોલેજના પ્રિન્સીપાલ ચુડાસમાં અને સર્વ સ્ટાફએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

આ સમાચારને શેર કરો