Placeholder canvas

મોરબી ડીડીઓ કોરોના સંક્રમિત થયા

જિલ્લા પંચાયતમાં કર્મચારીઓના કોરોના ટેસ્ટ કરવાયા

મોરબી : મોરબી શહેર અને સમગ્ર જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસથી કોરોનાએ ફરી ફૂંફાડો માર્યો છે આ સ્થિતિ વચ્ચે ગઈકાલે જિલ્લા પંચાયતમાં ડીડીઓ પોઝિટિવ આવતા બે અઠવાડિયાની રજા ઉપર ઉતરી ગયા છે. આ ઉપરાંત મહેકમ શાખાના એક કર્મચારી પણ પોઝિટિવ આવ્યા છે.

મોરબી જિલ્લામાં કોરોનાએ માથું ઉંચક્યા બાદ ગઈકાલે જિલ્લા વિકાસ અધિકારી પરાગ જે.ભગદેવે કોરોના ટેસ્ટ કરાવતા કોરોના પોઝિટિવ આવ્યા હતા અને તેઓ બે અઠવાડિયાની રજા ઉપર ઉતરી ગયા છે બીજી તરફ ડીડીઓના સંપર્કમાં આવેલા તેમજ અન્ય કર્મચારીઓના પણ મોટા પ્રમાણમાં કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. જેમાં મહેકમ શાખાના કર્મચારી પણ પોઝિટિવ આવ્યા હોવાનું જાણવા મળે છે.

આ સમાચારને શેર કરો