skip to content

વાંકાનેર: મારી વાતો કેમ કરો છો તેમ કહી યુવાન પર ધારીયાથી હુમલો

વાંકાનેર : વાંકાનેરમાં તું મારી વાતો કેમ કરે છે તેમ કહી યુવાન પર ધારીયાથી હુમલો થયાની ફરિયાદ નોંધાઇ છે.

આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશને પ્રાપ્ત થતી વિગતો અનુસાર ફરિયાદી બુટાભાઇ જતાભાઇ જોગરાણા (ઉ.વ. ૩૫, રહે. કાછીયાગાળા, વાંકાનેર) વાળાએ આરોપી અરજણભાઇ વીઠલભાઇ જોગરાણા (રહે. કાછીયાગાળા, વાંકાનેર) વાળા સામે ફરિયાદ નોંધાવી હતી કે તા.૮ના રોજ કાછીયાગાળામાં ફરીયાદી તથા સાહેદ વાતો કરતા હોય ત્યારે આરોપીએ આવી મારી વાતો કેમ કરો છો તેમ કહીને ફરીયાદીને ગાળો આપી ધારીયાનો એક ઘા ફરીયાદીને મારતા ફરીયાદીને જમણા હાથમાં સામાન્ય ઇજા કરી ફરીયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પોલિસે બનાવની ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

આ સમાચારને શેર કરો