વાંકાનેરમાં જાહેરમાં જુગાર રમતા ત્રણ ઝડપાયા,ત્રણ ફરાર
વાંકાનેર : વાંકાનેર સીટી પોલીસે જાહેરમાં જુગાર રમતા ત્રણ શખ્સોને ઝડપી.લીધા હતા.જ્યારે ત્રણ શખ્સો ફરાર થઈ ગયા હતા
આ બનાવની વાંકાનેર સીટી પોલીસ મથકેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર વાંકાનેર સીટી પીઆઇ એચ.એન.રાઠોડ સહિતના પોલીસ સ્ટાફે આજે પેટ્રોલીગ દરમિયાન વાંકાનેર સીટી સ્ટેશન રોડ ,અમરસિહજી હાઇસ્કુલ સામે મોબાઈલ ટાવર પાસે જાહેરમાં જુગાર રમતા હિતેશભાઈ ઉર્ફે રઘવ ભરતભાઇ મકવાણા , તસ્લિમ ઉર્ફે આરીફભાઈ આયુબભાઈ શેખ ,અકબરભાઈ આમદભાઈ રફાઈને રૂ.13,700 ની રોકડ રકમ સાથે ઝડપી લીધા હતા.
જ્યારે આ સ્થળે જુગાર રમતા અન્ય ત્રણ શખ્સો મોહસીન હનીફભાઈ આરબ ,સલીમભાઈ દાઉદભાઈ વડગામા ,હુશૈનભાઈ રાહેતભાઈ કટિયા નાસી છૂટ્યા હતા.આ અંગે વાંકાનેર પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.