વાંકાનેર : કાર રિવર્સમાં લેતી વખતે શેરીમાં રમતા માસૂમ બાળકને ઇજા 

વાંકાનેર : વાંકાનેર નજીક કાર રિવર્સમાં લેતી વખતે શેરીમાં રમતા માસૂમ બાળકને ઇજા પહોંચી હતી.આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર વાંકાનેરના ખીજડીયા ગામે રહેતા ઇમ્તીયાજભાઇ વલીમામદ ચૈાધરી (ઉ.વ. ૨૭) નો અઢી વર્ષનો પુત્ર એમ તેમના ધરના ફળીની બહાર શેરીમાં રમતો હતો. ત્યારે આરોપી તેહાન વલીમાદ ચૈાધરીપોતાના હવાલાની ક્રીયાસેલટોસ કાર નં. જી.જે. ૩૬ આર. ૩૦૭૨ વાળીને ગફલત તેમજ બેદરકારીથી રિવર્સમાં ચલાવતા ધરના ફળીની બહાર શેરીમાં રમતા માસૂમ બાળકને હડફેટે લેતા આ બાળકને ગંભીર ઇજા પહોંચી હતી.ગત નવેમ્બર મહિના બનેલા અકસ્માતના બનાવની ગઈકાલે ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.

આ સમાચારને શેર કરો
  • 192
  •  
  •  
  •  
  •  
  •  
    192
    Shares