મોરબીની ખાનગી હોસ્પિટલોને સિવિલમાંથી મ્યુકરમાઇકોસીસના ઇન્જેક્શનો અપાશે
મોરબીની હોસ્પિટલોમા મ્યુકરમાઇકોસીસની સારવાર લાઇ રહેલા દર્દીઓને આ બીમારીમાં ઉપયોગી એવા એમફોટેરિસીન નામના ઇન્જેક્શન સિવિલ હોસ્પિટલમાંથી આપવામાં આવશે. હાલ સિવિલ હોસ્પિટલમાં આવા 100થી વધુ ઇન્જેક્શનનો જથ્થો ઉપલબ્ધ હોવાનું જણાવાયુ છે.
હોવે મોરબીની ખાનગી હોસ્પિટલમાં રહેલા મયુકરમાઇકોસીસના દર્દીઓ માટે સિવિલ હોસ્પિટલમાંથી Amphotericin (Lyophilised)ના ઇન્જેક્શન મળી રહેશે. આ માટે નિયત કરેલા ફોર્મ સાથે ખાનગી હોસ્પિટલે દર્દીના આધાર પુરાવા અને તેને આ ઇન્જેક્શનની જરૂર હોવાના પ્રિસ્ક્રિપ્શન સાથે પોતાના પ્રતિનિધિને સિવિલ હોસ્પિટલમાં મોકલવાનો રહેશે. જ્યાંથી ઇન્જેક્શન તેઓને આપવામાં આવશે.