જિલ્લા કક્ષા અને તાલુકા કક્ષાની સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી તેમના હેડકવાટર ખાતે થશે
મોરબી જિલ્લાના માળીયા, ટંકારા, વાંકાનેર આને હળવદ તાલુકા કક્ષાની ઉજવણી તાલુકા હેડ ક્વાર્ટર ખાતે થશે
મોરબી : મોરબી જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી જિલ્લા હેડ ક્વાર્ટર એટલે મોરબી ખાતે થશે તેમજ તાલુકા કક્ષાની ઉજવણી જે તે તાલુકાના હેડ ક્વાર્ટર ખાતે યોજાશે.
મોરબી જિલ્લામાં જિલ્લા કક્ષાના 75માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી જિલ્લા ના હેડ ક્વાર્ટર ખાતે ઉજવવાનો નિર્ણય નકકી કરાયો છે. કોરોના મહામારીને કારણે છેલ્લા 2 વર્ષથી હેડ ક્વાર્ટર ખાતે ઉજવણી થાય છે ત્યારે આ વર્ષે પણ મોરબી જિલ્લાની સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી હેડ ક્વાર્ટર એટલે મોરબી ખાતે યોજાશે. આ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી શહેરના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાશે જયારે ધ્વજવંદન મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાના હસ્તે કરવામાં આવશે.
જ્યારે તાલુકા કક્ષાની ઉજવણી દર વર્ષે જુદા જુદા ગામોમાં કરવામાં આવતી હતી પરંતુ કોરોનાને કારણે તે ઉજવણી જે તે તાલુકાના હેડ ક્વાર્ટર ખાતે જ કરવાનું સરકારના આદેસ અનુસાર મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે. ત્યારે ટંકારા, માળીયા મી. વાંકાનેર અને હળવદમાં જે તે હેડ ક્વાર્ટર ખાતે જ ઉજવણી કરવામાં આવશે.