Placeholder canvas

મોરબી-વાંકાનેર નેશનલ હાઇવે પરથી કારમાંથી સવા લાખનો દારૂ ઝડપાયો

મોરબી : મોરબી-વાંકાનેર નેશનલ હાઇવે પરથી એલસીબી ટીમે મારૂતિ બ્રેઝા કારમાંથી સવા લાખના વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડી કાર સહિત પાંચ લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

મળેલી માહિતી મુજબ મોરબી એલસીબી ટીમના પો.હેડ.કોન્સ ચંદુભાઇ કાણોતરા તથા પો.કોન્સ દશરથસિંહ પરમારને મળેલ બાતમીને આધારે ટીમે મોરબી વાંકાનેર હાઇવે ઉપર વોચ ગોઠવીને લાલપર ગામ નજીકથી મારૂતી બ્રેઝા ગાડી નં. જીજે.૧૨.સી.પી. ૪૧૩૮ માંથી આરોપી જયદિપસિંહ રણજીતસિંહ સોઢા (રહે.નવાઢુવા, તા. વાંકાનેર, જી.મોરબી, મુળગામ-પાટણ, જળચોક, તા.જી. પાટણ) પાસેથી ભારતીય બનાવટની અંગ્રેજી દારૂની બોટલો નંગ-૨૪૦-કિ.રૂ. ૧,૨૪,૮૦૦ ના મુદ્દામાલ સાથે પકડી પાડ્યો હતો.

અંગ્રેજી દારૂનો આ જથ્થો જયદીપસિંહે આરોપી નિલેષ માનુ (રહે. સામખીયાળી, કચ્છ)નો હોવાનું અને બન્ને ભાગીદારીમાં આ દારૂ વેચાણ કરતા હોવાની કબુલાત આપતા પોલીસે જયદીપસિંહેને રોયલ ચેલેન્જ કલાસીક પ્રીમીયમ વ્હીસ્કીની બોટલ નંગ-૨૪૦ કિ.રૂ. ૧,૨૪,૮૦૦ તેમજ મારુતિ બ્રેઝા કાર કિંમત રૂ.૪ લાખ સાથે ઝડપી લઈ બન્ને આરોપી વિરૂધ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન એકટ હેઠળ ગુનો નોંધાવ્યો છે.

આ સમાચારને શેર કરો