Placeholder canvas

સૌરાષ્ટ્રભરમાં ઇન સર્વિસ તબીબોની બેમુદ્દતી હડતાલ

માંગણીઓ સામે સરકારે માત્ર લોલીપોપ આપી : સોમનાથ દાદાને ડોકટરોનો દર્દથી છલકાતો પત્ર

આજથી સૌરાષ્ટ્રભરમાં ઇનસર્વિસ તબીબો બેમુદ્દતી હડતાલ પર ઉતર્યા છે જેથી સરકારી દવાખાનાઓમાં સારવાર સહિતની રોજીંદી કામગીરી પ્રભાવિત થઇ છે. તેમના પ્રશ્નો ઉકેલવાના બદલે સરકાર માત્ર આશ્ર્વાસનો આપે છે. આથી નાછુટકે હડતાલનું શસ્ત્ર ઉગામવું પડેલ છે. તેમ જણાવ્યું હતું. આજે ડોકટરો આ મામલે વિરોધ પણ પ્રદર્શિત કરવાના છે.

દરમ્યાન મહાદેવના શ્રધ્ધાળુઓ લગ્ન પ્રસંગે કંકોત્રી સોમનાથ મહાદેવના ચરણમાં ધરતા હોય ત્યારે ઇન સર્વિસ તબીબોએ તેમના પડતર પ્રશ્ર્નો અંગે પ્રથમ જયોતિર્લિંગ ભગવાન સોમનાથ મહાદેવને પત્ર લખી રજુઆત કરેલ છે. રાજય ઇન સર્વિસ તબીબોએ સોમનાથ મહાદેવને લખેલ પત્રમાં જણાવેલ કે, મહાદેવ તો ત્રિકાળ જ્ઞાની છે. દિન-દુખીયાઓના તત્કાલ ઉધ્ધારક છો. ઇન સર્વિસ તબીબો ઘણા લાંબા સમય થયા દુ:ખી છીએ. હેરાન પરેશાન છીએ.

વ્યાજબી માંગણીઓની રજુઆત સરકાર સમક્ષ વર્ષોથી કરી રહ્યા છે, દયા ભરી, આજીજી કરતા આવ્યા છીએ. આ આજીજીમાં હંમેશા ખોટા પ્રલોભનો મળેલા છે અને કોઇ પરિણામો આપવામાં આવેલ નથી. હવે અમારી પાસે દાદાના ચરણોમાં આવ્યા સિવાય કોઇ વિકલ્પ રહ્યો નથી. જેથી આશિર્વાદ લઇને તબીબોએ હડતાલ પર જવા નકકી કરેલ છે. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સોમનાથ મહાદેવના ચરણોમાં શિશ નમાવાવ આવનાર હોય ત્યારે દેવાધિદેવ મહાદેવ રાજયમાં ઇન સર્વિસ તબીબોની લાગણી, માંગણી, વ્યથાઓ તેઓના હૃદય માનસમાં પહોંચાડવા વંદન સહ વિનંતી કરી હોવાનું જણાવ્યું છે.

આ સમાચારને શેર કરો