Placeholder canvas

હાય રે મોંઘવારી , ગુજરાતમાં હવે સીએનજી અને પીએનજી ગેસના ભાવમાં પણ વઘારો

નેચરલ ગેસના ભાવમાં વધારો આવ્યા બાદ  હવે રાજ્યમાં અદાણી અને ગુજરાત ગેસે CNGના ભાવમાં વધારો ઝીંકવાનું શરૂ કરી દીધુ છે.. અદાણી ગેસે સીએનજીમાં પ્રતિ કિલોગ્રામ દીઠ 1 રૂપિયાનો વધારો ઝીંકતા સીએનજી કિલોદીઠ 59.86 રૂપિયા થઈ ગયો છે.છેલ્લે અદાણી ગેસના સીએનજીનો ભાવ પ્રતિ કિલોદીઠ 56.30 રૂપિયા હતો.

આજે તે ભાવ વધીને 59.86 રૂપિયા થયો છે. મતલબ એક સપ્તાહમાં 3.56 રૂપિયાનો વધારો ઝીંકાયો છે. અદાણી ગેસે પીએનજીના ભાવમાં પણ વધારો કર્યો છે. 1.60 MMBTU સુધી વપરાશ હશે તો 991.20 રૂપિયા ભાવ રહેશે. જે 154 રૂપિયાનો વધારો સૂચવે છે. પરંતુ જો 1.60 MMBTU કરતા વપરાશ વધુ હશે તો 1189.44નો ભાવ લાગુ પડશે.

જે 184.80 રૂપિયાનો વધારો સૂચવે છે. અદાણીની પાછળ પાછળ ગુજરાત ગેસે પણ CNG ભાવમાં 2.50 રૂપિયાનો વધારો ઝીંક્યો છે. CNG ભાવ 54.45 રૂપિયા હતો. તેમાં 2.50 રૂપિયાનો વધારો થતા ટેક્સ સાથે 58.10 રૂપિયા ભાવ થયો છે.

આ સમાચારને શેર કરો