Placeholder canvas

વાંકાનેર: લીંબાળા ગામમાં જાહેરમાં દારૂનો ધંધાર્થી કુહાડી લઈ મારવા દોડ્યો…

વાંકાનેર તાલુકાના લીંબાળા ગામે ત્રણેક દિવસ પહેલા પોલીસે જુગાર અંગે દરોડો પાડતા આ જ ગામમાં રહેતા દારૂના ધંધાર્થી અને માથાભારે શખ્સે એક અન્ય વ્યક્તિ પાછળ કુહાડી લઈ દોડતા આ વ્યક્તિ ડરના માર્યા ઘર છોડી જતો રહેતા તેમના પત્નીએ વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

આ બનાવની વિગત કઈક એવી છે કે… વાંકાનેર તાલુકાના લીંબાળા ગામે ત્રણેક દિવસ પહેલા પોલીસે જુગાર અંગે દરોડો પાડતા ગામના લોકો આ દરોડો શીતલબેન મનસુખભાઇ વિંઝવાડિયાએ પડાવ્યો હોવાની વાતો કરતા હતા. આ જુગાર દરોડામાં ફરિયાદી પુજાબેન લક્ષ્મણભાઈ ઈંદરપા પણ પકડાઈ ગયા હતા.

દરમિયાન પૂજાબેને તેમના પતિ લક્ષ્મણભાઈ મેરામભાઈ ઈંદરપાને કહ્યું હતું કે ગામ લોકો આ દરોડો પૂજાબેને પડાવ્યો એવું કહે છે પરંતુ શીતલબેન આવું ન કરે તેમ સમજાવ્યા હતા.બાદમાં જુગારમાં પકડાયેલા અન્ય શખ્સોને લક્ષ્મણભાઈ મેરામભાઈ ઈંદરપાએ કહ્યું હતું કે શીતલબેન આવું ન કરે તેમ કહેતા આરોપી કોલાભાઈ માનસીંગભાઈ સીતાપરા પૂજાબેનની નજર સામે તેમના પતિને કુહાડો લઈ મારવા દોડ્યો હતો.

ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ આ કોલભાઈએ લક્ષ્મણભાઈ મેરામભાઈ ઈંદરપાને ગાળો આપી ઝઘડો કર્યો હતો. ફરિયાદમાં પૂજાબેને લખાવ્યું છે કે આરોપી કોલાભાઈ દારૂના ધંધાર્થી હોય અને માથાભારે હોય તેમના પતિને કુહાડો લઈ મારવા દોડયા બાદ ઘેર આવ્યા નથી.

આ ઘટના અંગે વાંકાનેર સીટી પોલીસે આરોપી કોલાભાઈ વિરુદ્ધ આઈપીસી કલમ 504 અને જી.પી.એક્ટ કલમ 135 મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

આ સમાચારને શેર કરો