Placeholder canvas

ગુજરાતમાં હવે એસીબી આધૂનિક ઇન્ટ્રોગેશન રૂમમાં આરોપીની પૂછપરછ કરશે

લાંચિયા સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ વિરૂધ્ધ કાર્યવાહી કરતી ગુજરાત લાંચરૂશ્વત વિરોધી શાખા ને હવે આરોપીની પૂછપરછ માટે આધુનિક રૂમ ફાળવવામાં આવશે જેના માટેની તૈયારીઓ સરકારે શરૂ કરી છે હવે એ.સી.બી હવે એલ વી એ( લેયર્ડ વોઇસ એનાલીસીસ) વાળા આધુનિક ઇન્ટ્રોગેશન રૂમમાં આરોપીઓની પૂછપરછ કરી તેના હાવભાવ ઉપરથી તેણે લીધેલી લાંચ અંગેની સમગ્ર હકીકત ના પૂરતા પુરાવા ભેગા કરી તેના વિરુદ્ધ કડક કાર્યવાહી થાય અને તેના વિરુદ્ધ કેસ મજબૂત થાય તેમ કાર્યવાહી કરશે.

ગુજરાતની લાંચરૂશ્વત શાખા ટૂંક સમયમાં જ દેશની પહેલી એવી બ્રાન્ચ બનશે કે જે આવા આધુનિક એલવીએ ઇન્ટ્રોગેશન રૂમમાં આરોપીની પૂછપરછ કરશે હજુ સુધી દેશના એક પણ પોલીસ સ્ટેશન કે બ્રાંચમાં આ પ્રકારની વ્યવસ્થા નથી ગુજરાત સરકાર દ્વારા રાજ્યના અમદાવાદ સ્થિત એસીબીના હેડક્વાર્ટર ખાતે આ એલવીએ રૂમ ઉભો કરવા માટેની તૈયારીઓ શરૂ કરી દીધી છે. જેના માટે 40 લાખ રૂપિયાનું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે.

આ અત્યાધુનિક એલ એ ઇન્ટ્રોગેશન રૂમ સાઉન્ડ પ્રૂફ હશે કે જેમાં આરોપીની પૂછપરછ કરવામાં આવશે અત્યાર સુધીમાં દેશની એક પણ એસીબી પાસે આવી વ્યવસ્થા નથી. ગુજરાતમાં આ ઇન્ટ્રોગેશન રૂમ અત્યાધુનિક વ્યવસ્થા સાથે ઉભો કરવામાં આવશે જેથી એસીબીની કાર્યવાહીમાં સરળતા રહે લાંચ લેવાના ગુનામાં ઝડપાયેલા આરોપીઓ વિરુદ્ધ મજબૂત પુરાવા અને વૈજ્ઞાનિક આધાર સાથે ના પુરાવા ભેગા કરવા માટે આ ઇન્ટ્રોગેશન રૂમ ખૂબ જ મહત્વનો પુરવાર થશે જેમાં આરોપીને સજા અપાવવા માટે પણ આ પુરાવાઓ ખૂબ મહત્વના બનશે.

શું છે લેયર્ડ વોઇસ એનાલીસીસ

એલવીએ (લેયર્ડ વોઇસ એનાલીસીસ) એટલે કે અવાજ વિશ્લેષણ માટેની ખાસ ટેકનોલોજી આ ટેક્નોલોજીને નોન ઈફેક્ટિવ ફોરેન્સિક સાઇકોલોજિકલ ઇન્વેસ્ટિગેશન તરીકે પણ ઓળખવામાં આવે છે જેમાં અવાજના તરંગો ઉપરથી વ્યક્તિ કેટલું સાચું બોલે છે તે પુરવાર થઈ શકે છે આરોપી કોઈપણ ભાષામાં વાતચીત કરતો હોય તેના તરંગોના આધારે આ ટેકનીકલ એનાલીસીસ કરીને તે પૂછપરછમાં કેટલું સાચું બોલી રહ્યો છે તે સ્પષ્ટ થઈ શકે છે તેમજ આરોપી ને પુછવામાં આવેલા પ્રશ્નો ના જવાબ વખતે તેના હાવભાવ અને તેના ચહેરા ઉપર કેટલો ભય છે સ્પષ્ટપણે પુરવાર થઈ શકે છે તે પૂછપરછ દરમિયાન પ્રશ્નનો કેટલો સાચો જવાબ આપી રહ્યો છે તે એનાલિસિસ ઉપરથી સ્પષ્ટ થઇ જશે.

આ સમાચારને શેર કરો