Placeholder canvas

વાંકાનેર : ભોજપરાના બનાવટી મેરેજ સર્ટિફિકેટ પ્રકરણમાં આરોપીઓ સામે વધુ કલમોનો થયો ઉમેરો.

વાંકાનેર: ભોજપરા ગામની દિકરીને થોડા સમય અગાઉ મોરબીના મકનસર ગામનો પ્રકાશકુમાર મકવાણા નામનો શખ્સ ભગાડી ગયો હતો, જે બનાવના એક મહિના બાદ ફરાર યુવક-યુવતી વાંકાનેર સીટી પોલીસ સમક્ષ હાજર થઈ અને પોતે લગ્ન કર્યા હોવાનું જણાવી અંકલેશ્વરના ભડકોદરા ગ્રામ પંચાયતના નકલી મેરેજ સર્ટિફિકેટ સહિતના પુરાવાઓ રજૂ કર્યા હતા.

આ બાબતે દિકરીના પિતાની ફરિયાદ બાદ પોલીસે આરોપીઓ સામે આઇપીસી કલમ 466 તથા 144 મુજબ ચાર મહિના બાદ ફરિયાદ દાખલ કરી હતી, આ પ્રકરણમાં એડવોકેટ શકીલ પીરઝાદા દ્વારા અરજી કરાવ્યા બાદ, વાંકાનેર સિટી પોલીસે નવી કલમો IPC 466 419 465 468 471 નો ઉમેરો કર્યો છે.

વાંકાનેર પોલીસ વિરુદ્ધ ગુજરાત હાઈકોર્ટમાં આ કેસની નવી તારીખ 2/9/2023 પડી છે.

આ સમાચારને શેર કરો