અમદાવાદમાં આજથી 18 ઇલેક્ટ્રીક બસો દોડશે: દેશનું પ્રથમ બેટરી સ્વૉપિંગ સ્ટેશન રાણીપ ખાતે બન્યું
અમિત શાહે આજે અમદાવાદમાં 18 ઇલેક્ટ્રીક બસોને લીલીઝંડી આપશે, રાણીપ ખાતે દેશનું પ્રથમ સંપૂર્ણ ઓટોમેટિક બેટરી સ્વોપિંગ સ્ટેશન બન્યું.
કેવી હશે ઇલેક્ટ્રીક બસ? : બેટરીને કારણે આગ લાગવાની ઘટનાઓ અટકાવી શકાશે. જો બસનો દરવાજો ખુલ્લો હશે તો બસ આગળ નહીં વધે, એટલે મુસાફરોની સુરક્ષામાં વધારો થશે. એએમસીને મળેલી 18 બસોને જે બેટરીનો ઉપયોગ કરવામાં આવ્યો છે તેમાં સ્વૉપ ટેક્નોલોજી વાપરવામાં આવી છે. ભારતમાં આ ટેક્નોલોજીનો પ્રથમ વખત ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ બેટરીઓને ચાર્જિંગ કરવા માટે ફાસ્ટ ચાર્જિંગ ટેક્નોલોજીનો ઉપયોગ કરાશે. બેટરીને એક વખત ચાર્જ કર્યા બાદ 200 કિલોમીટર સુધી મુસાફરી કરી શકાશે.
અમદાવાદના રાણીપ એસટી સ્ટેન્ડ ખાતે ભારતમાં પ્રથમ વખતે સ્વૉપ ટેક્નોલોજીની ઉપયોગ કરવામાં આવશે. જેમાં બીઆરટીએસના કોરિડોરમાં દોડતી બસોમાં સ્વોટ ટેક્નોલોજીની મદદથી બેટરી બદલવામાં આવશે. આ બેટરી બદલવાની કામ રોબોટ કરશે. એટલું જ નહીં ડિસ્ચાર્જ થયેલી બેટરીને રોબોટ જ ચાર્જિંગમાં મૂકશે. હાલ ઇલેક્ટ્રીક બસોમાં બે પદ્ધતિ પ્રસિદ્ધ છે. પ્રથમ પદ્ધતિમાં બસની બેટરીને ચાર્જ કરવા માટે ફાસ્ટ ચાર્જિગનો ઉપયોગ થાય છે. જ્યારે બીજી પદ્ધતિમાં બસમાં બેટરી બદલી આપવામાં આવે છે. રાણીપ ખાતે ઇલેક્ટ્રિક બસોના ફાસ્ટ ચાર્જિંગ માટેની વ્યવસ્થા પણ ઉભી કરવામાં આવશે. દરવાજા પર સેન્સર હોવાથી જો તે ખુલ્લો હશે તો બસ આગળ નહીં ચાલે.
જુવો બાસ…..