વાંકાનેર: ચિત્રાખડા ગામે યુવતીને ભગાડી જવાના મામલે યુવતીના પરિવાર પર હૂમલો
વાંકાનેર : વાંકાનેર તાલુકાના ચિત્રાખડા ગામે યુવતીને ભગાડી જવા મામલે તેના પરિવાર પર સામાપક્ષના પરિવારના નવ શખ્સોએ હીંચકારો હુમલો કર્યાની ફરિયાદ નોંધાઇ છે. વાંકાનેર પોલીસે આ બનાવની ફરિયાદ નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
![](https://kaptaan.co.in/wp-content/uploads/2024/07/krushi-uday.jpg)
![](https://kaptaan.co.in/wp-content/uploads/2019/08/KADIVAR-MULTI-SPECIALIST-HOSPITAL-1024x991-1-1024x991-1024x991-1024x991.jpg)
વાંકાનેર તાલુકાના ચિત્રાખડા ગામે રહેતા જેમભાઈ મશરૂભાઈ ડાભી ઉ.વ.39 નામના યુવાને તે જ ગામે રહેતા જેશભાઇ લઘરાભાઈ ડાભી, ચતુરભાઈ કેશાભાઈ ડાભી, લઘરાભાઈ મોતીભાઈ ડાભી, સુરેશભાઈ મશરૂભાઈ ડાભી, નાથાભાઇ મશરૂભાઈ ડાભી, જેમાંભાઈ સવસીભાઈ ડાભી, માવજીભાઈ પ્રેમજીભાઈ ડાભી, મનસુખભાઇ પ્રેમજીભાઈ ડાભી, ધમભાઈ ભનાભાઈ ડાભી સામે વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે, ફરિયાદી પક્ષની દીકરીને ભગાડી જવાને મુદે આરોપીઓના જૂથે એકસંપ કરીને ફરિયાદી અને સાહેદોને ગાળો આપીને લોખડના હથિયારો તથા લાકડીથી હુમલી કરીને ઇજા પહોંચાડીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને આ બનાવ અંગે જીવલેણ હુમલો કર્યાની ફરિયાદ નોંધાતા વાંકાનેર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
![](https://kaptaan.co.in/wp-content/uploads/2019/08/02-1024x1024.jpg)
![](https://kaptaan.co.in/wp-content/uploads/2024/05/kaptaan-new-ad.jpg)