Placeholder canvas

વાંકાનેર: ધોળા દિવસે swift કારના કાચ તોડીને સાડા ત્રણ લાખની ચોરી..!

વાંકાનેર નેશનલ હાઈવે પર રેલવે બ્રિજથી થોડા આગળ ગાયત્રી ટ્રાન્સપોર્ટની સામે નેશનલ હાઈવે પર એક swift કાર Gj13 AB 2121ના કાચ તોડીને ગાડીમાંથી સાડા ત્રણ લાખ રૂપિયા ચોરી થયાની ઘટના સામે આવી છે.

મળતી માહિતી મુજબ ૨૭ નેશનલ હાઇવે ઉપર ચોટીલાના કોઈ ભાઈ સ્વીફ્ટ કાર લઈને આવ્યા હતા અને તેઓને ગાયત્રી ટ્રાન્સપોર્ટમાં કોઈ કામકાજ હોય નેશનલ હાઇવે ઉપર સ્વીફ્ટ કાર રાખીને તેઓ ગાયત્રી ટ્રાન્સપોર્ટ માં ગયા હતા. એટલી વારમાં સ્વીફ્ટ કારમાં સાડા ત્રણ લાખ રૂપિયા હતા તે કોઈ તસ્કર આવીને ગાડીના દરવાજા નો કાચ તોડીને સાડા ત્રણ લાખ રૂપિયા લઈને અલોપ થઈ ગયો હતો.

વાંકાનેરમાં આ ઘટના ખરા બપોરે ઘટી હતી, આ વાત વાયુવેગે પ્રસરી ગઇ હતી. આમ છતાં વાંકાનેર શહેર પોલીસ મથક સુધી વાતને પહોંચતા ઘણો સમય લાગ્યો. કેમકે વાંકાનેર શહેર પોલીસ હાલમાં ટ્રાફિક નિયમન ની કામગીરીમાં દેખાવ પૂરતું પણ કહેવાતુ વધારે ધ્યાન આપી રહી છે અને ટાર્ગેટ પુરા કરવામાં ખૂબ વ્યસ્ત છે. ઉપરાંત કાયદામાં સરા જાહેર બાંધછોડ કરીને ગમે તેની ઉપર રોફ જમાવતી આ પોલીસની તસ્કરોને કે આવારા તત્વોને કોઈ ડર હોય એવું લાગતું નથી. છેલ્લા છ મહિનાથી વાંકાનેરમાં ચોરીની અવાર-નવાર ઘટના ઘટી રહી છે, પોલીસ તસ્કરોને પકડવાના ફાંફા મારી રહી છે. એ વાત અલગ છે કે તાજેતરમાં મોરબી બી ડિવિઝનને એક ચોરને પકડી વાંકાનેરની એક જંતુનાશક દવાની દુકાનમાંથી ચોરી કરી ગયો હતો તે ચોર પકડાયો છે.

વાંકાનેરમાં છેલ્લા કેટલાક સમયથી ક્રાઈમ વધી રહ્યો છે. એ માટે વાંકાનેરમાં શાંતિ અને સલામતી માટે વાંકાનેર વાસીઓ કોઈ કડક અધિકારી ઈચ્છી રહ્યા છે. આ બાબતે ટૂંક સમયમાં એસપી અને ઉચ્ચ લેવલે રજૂઆત થશે તેવી સુત્રોમાંથી માહિતી મળી રહી છે.

🍁🍁🍁🍁🍁🍁🍁🍁

ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…

https://chat.whatsapp.com/LlM6agxsWIZLQXliyGBEDZ

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…

આ સમાચારને શેર કરો