ચંદ્રયાન-2: 15 મિનિટમાં ઇસરોનું લેન્ડર વિક્રમ માર્ગ ભટકી ગયું
લેન્ડર વિક્રમ સાથે સંપર્ક તૂટતાં ઇસરોના કન્ટ્રોલ રૂમમાં અચાનક સન્નાટો છવાઈ ગયો અને વૈજ્ઞાનિકોના ચહેરા ઉદાસ થઈ ગયા
ભારતના મહાત્વાકાંક્ષી મિશન ચંદ્રયાન-2 શુક્રવાર મોડી રાત્રે ચંદ્રની સપાટીથી માત્ર 2.1 કિલોમીટરના અંતરે આવીને પોતાનો માર્ગ ભટકી ગયું. આ વાતની આશંકા પહેલા જ કરવામાં આવી રહી હતી કે લેન્ડર વિક્રમને ચંદ્રની સપાટી પર પહોંચતા પહેલાની 15 મિનિટ ઘણી મહત્વપૂર્ણ હશે. લેન્ડર વિક્રમને મોડી રાત્રે લગભગ 1:38 વાગ્યે ચંદ્રની સપાટી પર લાવવાનો પ્રયાસ શરૂ કરવામાં આવ્યો, પરંતુ ચંદ્રની સપાટી પર પહોંચવાના 2.1 કિમી પહેલા જ તેનો ઇસરો (ISRO) સાથે સંપર્ક તૂટી ગયો. હજુ પણ વિક્રમ અને પ્રજ્ઞાન સાથે સંપર્કની આશાઓ જીવંત છે પરંતુ એ કોઈ ચમત્કારથી ઓછું નથી. આવો જાણીએ અંતિમ 15 મિનિટમાં શું થયું અને કેવી રીતે ઇસરોનો લેન્ડર વિક્રમ સાથે સંપર્ક તૂટી ગયો.
લેન્ડર વિક્રમના ચંદ્રની સપાટી પર પહોંચવાના માત્ર 2 કિમીની અંતર બાકી હતું. રાત્રે લગભગ 1:38 વાગ્યે લેન્ડર વિક્રમને ચંદ્રની સપાટી પર લાવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. લગભગ 1:44 વાગ્યે લેન્ડર વિક્રમે રફ બ્રેકિંગનું ચરણ પાર કરી દીધું હતું. ત્યારબાદ વૈજ્ઞાનિકોએ તેની ઝડપ ધીમી કરવાનું શરૂ કર્યુ. 1:49 વાગ્યે વિક્રમ લેન્ડરે સફળતાપૂર્વક પોતાની ગતિ ઓછી કરી લીધી હતી અને તે ચંદ્રની સપાટી ખૂબ જ નજીક પહોંચી ચૂક્યું હતું. રાત્રે લગભગ 1:52 વાગ્યે ચંદ્ર પર ઉતરવાના અંતિમ ચરણમાં વિક્રમ લેન્ડર પહોંચી ચૂક્યું હતું પરંતુ ત્યારબાદ વિક્રમ લેન્ડરનો સંપર્ક ધરતી પરના સ્ટેશન સાથે તૂટી ગયો.
લેન્ડર વિક્રમ જ્યારે ચંદ્રની સપાટીથી માત્ર 2.1 કિમી દૂર હતું તો દરેકને આશા જીવંત થઈ ગઈ હતી કે ચંદ્રયાન પોતાનું મિશન પૂરું કરશે. આ દરમિયાન અચાનક ઇસરોના કન્ટ્રોલ રૂમમાં સન્નાટો છવાઈ ગયો અને વૈજ્ઞાનિકોના ચહેરા ઉદાસ થઈ ગયા. કોઈને પણ કંઈ સમજમાં નહોતું આવી રહ્યું કે છેવટે થયું શું છે. કહેવામાં આવે છે કે, ઇસરોના કન્ટ્રોલ રૂમમાં લાગેલા સ્ક્રીન પર આવી રહેલા આંકડા અચાનક અટકી ગયા. ત્યારબાદ ઇસરો ચીફ સિવન ત્યાં બેઠેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી તરફ આગળ વધ્યા. ઇસરો ચીફે વડાપ્રધાનને ઘટનાની જાણકારી આપી અને બહાર આવતા રહ્યા. થોડીવારમાં ઇસરોના કન્ટ્રોલ રૂમે પોતાનું લાઇવ સ્ટ્રીમિંગ પણ બંધ કરી દીધું.
PM મોદીએ વૈજ્ઞાનિકોને પ્રોત્સાહન આપ્યું
ચંદ્રયાન-2 સાથે સંપર્ક તૂટ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, જુઓ જીવનમાં ઉતાર-ચઢવા આવતા રહે છે. તેઓએ કહ્યું કે આ કોઈ નાની સિદ્ધિ નથી, દેશ તમારા પર ગર્વ અનુભવે છે. તેઓએ કહ્યું કે ફરીથી કોમ્યુનિકેશન શરૂ થયું તો હજુ પણ આશા જીવંત છે. મારા તરફથી વૈજ્ઞાનિકોને શુભેચ્છા, આપ લોકોએ વિજ્ઞાન અને માનવ જાતિની ઘણી મોટી સેવા કરી છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, હું સંપૂર્ણપણે આપની સાથે છું, હિંમતની સાથે આગળ વધો.
ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…
https://chat.whatsapp.com/DhXnhnr1AzGBytQ4BGHLIc
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…