રાજ્યમાં સરકારી શાળાઓમાં એક્રેડિટેશન પદ્ધતિ દાખલ,ગુણોત્સવ રદ

ગુણોત્સવને બદલે હવે રાજ્યમાં એક્રેડિટેશન પધ્ધતિ અમલી બનશે. મૂળ આ એક્રેડિટેશન પધ્ધતિ લંડનની શાળાઓમાં અસરકારક સાબિત થઇ છે.

છેલ્લા નવ વર્ષથી રાજ્યમાં ગુણોત્સવ પધ્ધતિ દાખલ કરાઇ છે. જેમાં મોટાભાગે મંત્રીઓ અને આઇએએસ અધિકારીઓ દર વર્ષે સરકારી શાળાઓમાં વિઝીટ કરીને બાળકોને કેટલુ આવડે છે તેનુ જાત નિરીક્શણ કરીને મૂલ્યાંકન કરતા હતા. અને મોટાભાગે ગુણોત્સવ ના પરિણામોમાં સરકારની 85 ટકા શાળાઓને એ ગ્રેડ મળતો હતો. પરંતુ, આ મૂલ્યાંકન કયાંક ને કયાંક ઉતાવળીયુ,અધુરુ અને સત્યથી વેગળુ હોવાની નિખાલસ કબૂલાત શિક્ષણ સચિવ વિનોદ રાવે કરી છે. અને એટલેજ હવે રાજ્યમાં ગુણોત્સતવ રદ કરીને એક્રેડીટેશન પધ્ધતિ દાખલ થશે.

સરકારી શાળાઓમાં ખરેખર બાળકો કેટલું શીખે છે. શિક્શકો બાળકો પર કેવુ ધ્યાન આપે છે તેના મૂલ્યાંકન માટે જે-તે સમયે ગુણોત્સવ પ્રથા અમલમાં આવી હતી. પરંતુ, પછી ધીમે-ધીમે એવુ બનતુ ગયુકે વરસના વચલા દિવસે શાળાઓમાં ભણતર મૂલ્યાંકન મામલે મહેમાન બનનાર મંત્રીઓ અને આઇએએસ અધિકારીઓ દબાણ વશ વધુને વધુ માર્કસ આપતા ગયા જેને લઇને રાજ્યની 85 ટકા શાળાઓનુ મૂલ્યાંકન ઉચું દેખાતુ પરંતુ, સરવાળે બાળક આઠમાં ધોરણમાં હોય તોય એને લખતા વાંચતા ન આવડતુ હોય તેવા કિસ્સાઓ પ્રકાશમાં આવવા લાગ્યા છે જોકે આ સ્થિતિ તો સૌ કોઇ સમજતા હતા પરંતુ, તેને ધરમૂળ થી બદલવાની કોઇએ હિંમત કરી હોય તે રાજ્યના નવનિયુક્ત શિક્ષણ સચિવ વિનોદ રાવે.

​ગુણોત્સવને બદલે હવે રાજ્યમાં એક્રેડિટેશન પધ્ધતિ અમલી બનશે. મૂળ આ એક્રેડિટેશન પધ્ધતિ લંડનની શાળાઓમાં અસરકારક સાબિત થઇ છે. અને એજ પધ્ધતિ હવે ગુજરાતમાં દાખલ કરીને ગુજરાતને રોલ મોડેલ બનાવવાની દિશામાં રાજ્યના શિક્ષણ વિભાગે કદમ માંડયા છે. શિક્ષણ સચિવ વિનોદ રાવના મતે મૂલ્યાંકન એ વરસમાં એક વાર થતી પ્રક્રિયા નહીં પરંતુ વરસ દરમ્યાન સતત ચાલતી નિરંતર પ્રક્રિયા હોવી જોઇયે અને હવે એજ થશે.

એક્રેડિટેશન પધ્ધતિ હવે ગુણોત્સવ 2.0 ના નામે ઓળખાશે. હાલ આ પધ્ધતિ અમલી બનાવવા રાજ્ય સરકારે કમર કસી લીધી છે. અને શરુઆતમાં 250 જેટલા ઇન્સપેક્શન ટીચર્સની નિમણુંક કરાઇ છે. આ ઇન્સપેક્ટર્સ અલગ-અલગ શાળાઓમાં જઇને હવે જાત નિરીક્શણ કરીને દર છ મહિને એસેસમેન્ટ કરશે ..અને એ એસેસમેન્ટ રિપોર્ટ બાદ તેમાં કેટલો સુધારો આવ્યો એનુ ફરીથી એસેસમેન્ટ કરશે. આમ મૂલ્યાંકનની પ્રક્રિયા બારેય માસ નિરંતર ચાલશે.

ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…

https://chat.whatsapp.com/DhXnhnr1AzGBytQ4BGHLIc

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…

આ સમાચારને શેર કરો