Placeholder canvas

કપ્તાન ઈમ્પેક્ટ: વાંકાનેર માર્કેટિંગ યાર્ડમાં વાહનોને પ્રવેશ આપીને માલ ઉતારવા દેવામાં આવ્યો.

વાંકાનેર આજે વહેલી સવારે વાંકાનેર એપીએમસીમાં ખેડૂતના માલને પ્રવેશબંધી કરી દેવામાં આવી હતી. જેમને કારણે વાંકાનેર માર્કેટિંગ યાર્ડના ગેઇટથી નેશનલ હાઈવે સુધીની મોટી કતાર જોવા મળી હતી.

જેમના સમાચાર મળતા જ કપ્તાન ની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આ બાબતે એપીએમસીના ચેરમેન અને સેક્રેટરી જોડે વાત પણ કરી હતી. આ સમગ્ર ઘટનાનો અહેવાલ એકમાત્ર વાંકાનેરના વેબ પોર્ટલ કપ્તાનમાં પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા.

જેમને અનુસંધાને વાંકાનેર માર્કેટિંગ યાર્ડના વહીવટ કરતાઓએ ભાડે વાહન કરીને વાંકાનેર માર્કેટિંગ યાર્ડમાં માલ વેચવા આવેલા ખેડૂતોના માલ ને વાંકાનેર માર્કેટિંગ યાર્ડમાં ઉતારવા દેવામાં આવ્યો છે. આમ ખેડુતોને તકલીફ બાદ તેમનો માલ એપીએમસીના વહીવટકર્તાઓએ ઉતારવા દેવાનો નિર્ણય કર્યો છે.

આમ ખેડુત માટે કપ્તાને પ્રસિદ્ધ કરેલા અહેવાલનિ અસર જોવા મળી છે. અને કપ્તાન ઇમ્પેક્ટ થી એપીએમસીમાં ખેડૂતોનો માલ ઉતરી ગયો છે. આમ કપ્તાન વધુ એક વખત ખેડૂતોને મદદે આવ્યું. એમના અહેવાલનો પડઘો પડયો છે. એપીએમસીના વહીવટકર્તાઓએ જે ખેડૂતોના હિતમાં નિર્ણય કર્યો છે તે માટે તેમને અભિનંદન….

ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…

https://chat.whatsapp.com/ECVpypuZSbJBZMyYjhoQVi

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…

આ સમાચારને શેર કરો