skip to content

રાજકોટ: રોહિદાસપરામાં ચેતને સગીરા સામે આંખ મારી આઈ લવ યુ કહ્યું !!

રાજકોટમાં ગઇકાલે એક છેડતીનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. રાજકોટમાં રહેતી તરૂણીને મોરબી રોડ પર રોહીદાસપરામાં રહેતો આરોપી ચેતન નરેન્દ્ર સાગઠીયા છેલ્લા એક મહિનાથી પજવણી કરતો હતો.આ મામલે કંટાળી ગયેલી તરૂણીએ માતાને વાત કરતા માતાની ફરિયાદ પરથી બી ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવતા પીઆઇ આર.જી.બારોટ અને ટીમે આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.તરૂણીની માતાએ પોલીસને જણાવ્યું કે,ગઈકાલે બપોરે તેની 14 વર્ષની પુત્રીએ ઘરે આવી કહ્યું કે રોહિદાસપરામાં રહેતો ચેતન છેલ્લા એક મહિનાથી તેની છેડતી કરતો હતો.

બાદમાં ગઈ તા.23/03ના રોજ ચેતને આઈ લવ યુ કહ્યું હતું.બાદમાં આંખ મારી હતી અને તેને પણ આંખ મારવાનું કહી જાતીય સતામણી કરી હતી.સાથોસાથ એમ પણ કહ્યું કે બહું હોટ લાગે છે.જો સાડી પહેરીશ તો બહુ મસ્તીની લાગીશ. જેથી તેની પુત્રીએ ચેતનને છેડતી કરવાની ના પાડી હતી. બાદમાં તા.24/03ના રોજ બપોરના તેની પુત્રી સાયકલ લઈ કુવાડવા રોડ પર એક સ્કૂલ પાસેથી પસાર થઈ હતી ત્યારે ચેતન એકટીવા લઈ પીછો કરી તેની પાછળ પહોંચ્યો હતો.બાદમાં ત્યાં જાહેરમાં જ ફરીથી તેની પુત્રીની છેડતી કરી તેના વાળ ખેંચ્યા હતા.

તેની પુત્રીએ તેમ કરવાની ના પાડતા ઢીકો મારી પછાડી દીધી હતી.જેથી સગીરા સાયકલ પર પટકાતા તેના હાથની આંગળીનો નખ નિકળી ગયો હતો.તેમજ તેમને લોહી નિકળવા લાગ્યા હતા.બાદમાં આ સમગ્ર બનાવ મામલે 100 નંબર પર પોલીસ ક્ધટ્રોલ રૂમને જાણ કર્યા બાદ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.ફરિયાદમાં વધુમાં જણાવ્યું હતું કે દસેક દિવસ પહેલા તેની પુત્રી બજારમાં જતી ત્યારે ચેતન તેની છેડતી અને સતામણી કરતો હોવાથી કંટાળીને બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. આ મામલે બી ડિવિઝન પોલીસ મથકના પીઆઇ આર.જી.બારોટ અને સ્ટાફે આરોપી ચેતનને પકડી કાયદાનું ભાન કરાવ્યું હતું.

આ સમાચારને શેર કરો