બંગાળની ખાડીમાં વાવાઝોડાની સિસ્ટમ: ગુજરાતને અસર નહીં થાય
ભારતમાં નૈઋત્ય ચોમાસાનાં આગમન પૂર્વે બંગાળની ખાડીમાં વાવાઝોડુ ઉદભવી રહ્યું છે જોકે સૌરાષ્ટ્ર-ગુજરાતને તેની કોઈ અસર થાય તેમ નથી. આગામી 18 મી પછી તાપમાન વધવા લાગશે. સાથોસાથ ઉપલા લેવલની અસ્થિરતા સર્જાવાની આગાહી જાણીતાં વેધર એનાલીસ્ટ અશોકભાઈ પટેલે કરી છે.
તા.15 થી 22 મે દરમ્યાનની આગાહી કરતા તેઓએ જણાવ્યું હતું કે તા.15 થી 17 મે સુધી મહતમ તાપમાન નોર્મલની નજીક રહેવાની શકયતા છે તા.18મીને સોમવારથી વધવા લાગશે. 19 થી 22 દરમ્યાન તાપમાન 42 થી 44 ડીગ્રીની રેન્જમાં આવી જવાની શકયતા છે. આ દરમ્યાન પશ્ર્ચિમી પવનો ફુંકાશે. બપોર બાદ પવનની ઝડપ વધતી રહેશે.સવારનાં સમયે ભેજનું પ્રમાણ વધુ રહેશે.આ સમયગાળામાં ઉપલા લેવલની અસ્થિરતા સર્જાવાની પણ શકયતા છે.
બીજી તરફ આવતા મહિનાનાં આરંભે ભારતમાં નૈઋત્ય ચોમાસાનું આગમન થવાનું છે. તે પૂર્વે બંગાળની ખાડીમાં સીસ્ટમ ઉદભવી છે. દક્ષિણ પૂર્વ બંગાળની ખાડીમાં લો-પ્રેસર બન્યુ છે. આજની સ્થિતિએ 11.2 ઉતર તથા 88.4 પૂર્વનું લોકેશન છે.ચેન્નાઈથી પૂર્વ-દક્ષિણ પૂર્વ તથા આંધ્રનાં દરીયા કિનારાથી 900 કિલોમીટર દક્ષિણ પૂર્વે કેન્દ્રીત છે. દક્ષિણ આંદામાનના દરીયાથી 450 કિલોમીટર પશ્ર્ચિમે છે.
ચોવીસ કલાકમાં સીસ્ટમ વધુ મજબુત બનીને ડીપ્રેસન બનવાની શકયતા છે. એટલુ જ નહિં સીસ્ટમ વધુને વધુ મજબુત બનતી રહીને આંધ્ર-ઓરિસ્સાનાં દરીયા કિનારા તરફ આગળ વધતી રહેશે. સૌરાષ્ટ્ર-ગુજરાતને આ સીસ્ટમથી કોઈ અસર થવાની શકયતા નથી. આ સીસ્ટમની અસર હેઠળ આંદામાન-નિકોબારમાં આગામી 16-17 મીએ નૈઋત્ય ચોમાસું બેસી જવાની શકયતા છે. સામાન્ય વર્ષોમાં આંદામાનમાં 20 થી 22 મે દરમ્યાન ચોમાસાનું આગમન થતુ હોય છે.
ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..
https://chat.whatsapp.com/EP4tkqlGpAzIqxPLQGfRfc
આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…